Vadodara

વડોદરા : દિવાળીપુરા કોર્ટને નિશાન બનાવતા તસ્કરો

કોટ સંકુલમાંથી ફાયર ફાઈટરનો પાણી ખોલવાનો કોપરનો વાલ્વ કાપીને તસ્કર ચોરી ગયા

તસ્કરો એટલી હદે બેફામ બની ગયા છે કે તેમને કોઈનો ડર રહ્યો નથી. જૈન દેરાસર, મંદિર, ચર્ચ બાદ હવે કોર્ટને પણ નિશાન બનાવતા થઈ ગયા છે. દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટમાં રાત્રિના સમયે જુના એડવોકેટ હાઉસ પાસેથી તસ્કરો ફાયર ફાઈટર્સના પાણી ખોલવાનો કોપરનો ₹12 હજારનો વાલ્વ કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કઈ તૂટવાનો અવાજ આવતા સિક્યુરિટી દોડી ગયા પરંતુ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જિલ્લા ન્યાયાધીશના હુકમથી રજીસ્ટ્રારે અકોટા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
દિવાળીપુરા ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડી. પી.વાઘેલાએ (ઉ.વ.50) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે દિવાળીપુરા વેક્સિન ગ્રાઉન્ડ પાસે આવેલ ન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે નાઈટ વોચમેન તરીકે 18 ઓક્ટોબર ના રોજ રાત્રિના એક વાગ્યાની આસપાસ ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેઓને કોઈ વસ્તુ તૂટી હોય તેવો અવાજ આવતા તેઓએ તાત્કાલિક રાત્રિના સમયે કોર્ટ કમ્પાઉન્ડમાં દોડી ગયા હતા ત્યારે જૂના એડવોકેટ હાઉસ પાસે ફાયર ફાઈટર્સનો પાણી ખોલવા માટેનો કોપરનો વાલ્વ ગાયબ હતો. તેઓએ તપાસ કરતા કોપરનો રૂપિયા 12 હજારનો પાણીનો વાલ્વ ચોરો કાપીને ચોરી ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેની જાણ મુખ્ય જિલ્લાના દેશને કરાતા તેઓએ ચોરીની ફરિયાદ નોંધાવા માટેનો આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હવે તસ્કરો મંદિર, જૈન દેરાસરો બાદ હવે ન્યાય લઈને પણ નિશાન બનાવતા ડરતા નથી.

Most Popular

To Top