Vadodara

વડોદરા : દારૂ લેવા ગયેલા એનઆઇઆર યુવકને ધમકી આપી ત્રિપુટીએ રૂ.1.11 લાખના સોનાના દાગીના લૂંટી લીધા

દારૂનો શોખ યુવકનો મોંઘો પડ્યો, દારૂની બોટલ અપાવવાના બહાને રિક્ષામાં બેસાડી તરસાલી વિસ્તારના ખેતરમાં લઇ ગયા બાદ ખેલ પાડ્યો, પોલીસને કહીશ તો મારી નાખીશુ તેવી ધમકી પણ આપી

ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો યુવક પત્ની સાથે અલવાનાકા ખાતે રહેતા માતાપિતાને મળવા માટે આવ્યો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 29

વડોદરા શહેરના અલવાનાકા વિસ્તારમાં માતા-પિતાને ઓસ્ટ્રેલીયાથી પુત્ર અને પુત્રવધૂ મળવા માટે આવ્યા હતા. એનઆઇઆર યુવકને દારૂ લેવા માટે તરસાલીમાં ગયો હતો અને એક રિક્ષા ચાલકને દારૂની બોટલ લેવી છે તેવુ કહ્યું હતું ત્યારે દારૂની બોટલ અપાવવાના બહાને ચાલક બે સાગરીતો સાથે મળીને તેને એક ખેતરમાં લઇ ગયા હતા અને ધમકી આપી યુવકે પહેરેલો રૂ.1.11 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પોલીસને કહીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી પણ આપતા યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લુટારુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  

શહેરના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે શિવમ ડુપ્લેક્ષમાં રહેતા જીજ્ઞેશકુમાર જયંતીલાલ પટેલ (ઉ.વ.42) ઓસ્ટ્રેલિયાની પર્થ સિટીમાં રહે છે અને ત્યાં ટેકસી ડ્રાઇવિંગ કરે છે. ગત 5 એપ્રિલના રોજ યુવક પોતાની પત્ની સાથે એક મહિના માટે ઓસ્ટ્રેલિયાથી વડોદરા ખાતે તેમના માતા પિતાને મળવા આવ્યા હતા. 21 એપ્રિલના રોજ બપોરના સમયે ઘરેથી રીક્ષામાં બેસીને તરસાલી ખાતે પહોંચ્યો હતો. ત્યાં વુડાના મકાન પાસે અન્ય એક રીક્ષાવાળો મળતા યુવકે તેને મારે દારૂની બોટલ લેવી છે તેમ પુછ્યું હતું. ત્યારે ચાલકે રીક્ષામાં બેસી જાવ તમને દારૂની બોટલ અપાવું છું કહીને ચાલક જીતુ પઢીયાર યુવકને તરસાલી શાકમાર્કેટ પાસે લાવ્યો હતો ત્યાંથી અન્ય બે શખ્સોને રિક્ષામાં બેસાડી ત્રણ જણા યુવકને તરસાલીની નાની ગલીમાં થઈને સાંજના ચારેક વાગે એક ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં રીક્ષા ચાલક સહિતના સાગરીતોએ યુવનકે ધમકી આપી ગળામાં પહેરેલી એક સોનાની માળા ઓમ લખેલુ પેન્ડલ, હાથમાં પહેરવાનું સોનાનું બ્રેસલેટ તથા બે સોનાની વિંટી મળી 1.11 લાખ માલમતાની લુંટી લીધા બાદ પોલીસને કહેતો નહી નહીતર તું મળીશ ત્યારે મારી નાખીશું તેવી ધમકી આપી સ્થળ પરથી ભાગી ગયા હતા. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિતની લુટારુ ત્રિપુટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

– માતા-પિતા ગુસ્સે થશે તેવા ડરથી યુવક આખી રાત બાકડા પર સુઈ રહ્યો

યુવક પાસેથી સોનાના દાગીની લૂંટી લીધા બાદ યુવક પર જીતુ પઢિયાર રિક્ષા ચાલક મળ્યો હતો તે સ્થળ પર ગયોહ તો પરંતુ ત્યાં ચાલક મળ્યો ન હતો. ઘરે જઇશ તો માતા પિતાના તેના પર ગુસ્સે થશે તેવા ડરના કારણે યુવક તરસાલી ગુડાના મકાનના બહારના ભાગે મુકેલા બાંકડા પર આખી રાત સુઈ રહ્યો હતો. બીજા દિવસે મિત્ર વિરલની માણેજા સ્થિત ઓફિસે ગયો હતો અને હકિકત જણાવી હતી. પુત્ર ડરના કારણે મિત્રે તેના માતા પિતાને ફોન કરીને તેની ઓફિસમાં બોલાવીને તેમના પુત્ર સાથે ઘટેલી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ મિત્રે તેમને ઘરે મુકી ગયો હતો.

Most Popular

To Top