Vadodara

વડોદરા : તુ મને પહેલાથી જ બહુ ગમે છે તેમ કહી વૃદ્ધે 19 વર્ષીય યુવતીના શારીરિક અડપલા કર્યાં

છાણી વિસ્તારમાં ભાડા મકાનમાં રહેતી યુવતીની વૃદ્ધ મકાન માલિક દ્વારા શારીરિક છેડતી
ફતેગંજ પોલીસ દ્વારા વૃધ્ધની ધરપકડ
(પ્રતિનિધિ) વડોદરા તા.20
શહેરના છાણી વિસ્તારમાં ભાડા મકાનમાં માતા અને પુત્ર પૈકી માતા પોતાના વતન ગયા હતા. 19 વર્ષીય યુવતી ઘરમાં એકલી હતી ત્યારે 62 વર્ષ મકાન માલિક ઘરમાં ધસી આવ્યો હતો. ત્યારબાદ દરવાજો બંધ કરીને યુવતીના શારીરિક છેડતી કરી હતી. જેથી યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ આણંદ જિલ્લાની અને હાલમાં વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ભાડાના મકાનમાં માતા પોતાની 19 વર્ષીય પુત્રી સાથે રહે છે. યુવતી એક હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી પણ કરે છે. માતા 11 જૂનના રોજ પોતાના ગામ ગયા હતા તે દરમિયાન સગીરા ઘરમાં એકલી હતી. રાત્રિના સમયે યુવતી ઘરમાં ઊંઘતી હતી ત્યારે દરવાજો તેમના 62 વર્ષીય મકાન માલિક ગીરીશ લલ્લુ મકવાણા ઘરમાં ઘુસી આવ્યો હતો ત્યારબાદ મકાન માલિક તેને કહેવા લાગ્યો હતો કે તું મને પહેલાથી જ બહુ ગમતી હતી પણ તારી માતા હતી એટલે તને કઈ પણ કહ્યુ ન હતું પણ આજે તું એકલી છે તેમ કહી યુવતી સાથે શારીરીક અડપલા કર્યા બાદ મારા શરીર પર સ્પર્શ કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ તેનો પ્રતિકાર કરી અહીયાથી નીકળી જાવ નહીતર ખુમાબુમ કરીશ તેમ કહેતા મકાન માલિક ગીરીશ લલ્લુ મકવાણા જતો રહ્યો હતો. યુવતીને ડર લાગતા માતાને જાણ કરી તો તેમણે દીપાના ઘરે જતી રહે તેમ જણાવ્યું હતું. જેથી યુવતી દીપાના ઘરે ઉઘવા જતી રહી હતી. ત્યારબાદ યુવતી 18 જૂનના રોજ ઘરે આવી પોતાના રૂમમાં ઉઘી રહી હતી. તે દરમિયાન મોડી રાતના એક વાગ્યાના આસપાસમાં મકાન માલિક ઘરમાં ધસી આવ્યો હતો અને દરવાજો બંધ કરી કપડા કાઢ્યા બાદ યુવતીને ધક્કો મારી દીધા બાદ પલંગ પાડી દીધી હતી. ત્યારબાદ તેણે યુવતીના બળજબરી કર્યા બાદ શારીરિક છેડતી કરી હતી. ગભરાયેલી યુવતી દરવાજો ખોલી બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ બીજા દિવસે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top