ચોમાસા પૂર્વે વીજ કંપની દ્વારા સમારકામ અને રીપેરીંગની કામગીરી :
શહેરના 20 ફીડરોમાં કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ લાઇન રીપેરીંગ અને સમારકામના કારણે આગામી તા. 10 જૂનથી 17 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં સવારના 6 થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો તાત્કાલિક બંધ રહેશે. વીજ કંપની દ્વારા રીપેરીંગ કાર્ય પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવશે.
વડોદરાના નગરજનો હાલ કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં આગામી ચોમાસાની ઋતુ પૂર્વે વીજ કંપનીએ પણ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. જરૂરી મેન્ટેનન્સ અને રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો તા.10 થી લઈને 17 જૂન સુધી એમ 8 દિવસ સુધી સવારે 6 થી 10 વાગ્યા સુધી બંધ કરવામાં આવશે. જેમાં તા. 10 જૂન, મંગળવારના રોજ ગોરવા સબ ડિવિઝનના દ્વારકેશ ફીડર, વાસણા સબ ડિવિઝન,પંચમુખી ફીડર, લક્ષ્મીપુરા સબ ડિવિઝન: પ્રથમ સૃષ્ટિ ફીડર,તા.11 જૂન, બુધવારના રોજ અકોટા: મુક્તિનગર ફીડર, અટલાદરા: લોટસ ફીડર , ફતેગંજ: ગોવર્ધન ફીડર, સમા: મોડર્ન ફીડર અને તા.12 જૂન, ગુરુવારના રોજ વાસણા રોડ ફીડર, માઇલ સ્ટોન ફીડર, ગોત્રી: હરિભક્તિ ફીડર, તા.13 જૂન, શુક્રવારના રોજ ગોરવા: સહયોગ ફીડર, અકોટા: સહજાનંદ કુટીર ફીડર, અટલાદરા: કલાલી ફીડર તેમજ તા.14 જૂન, શનિવારના રોજ લક્ષ્મીપુરા: સોમનાથ ફીડર 16 જૂન, સોમવારના રોજ અટલાદરા: પ્રથમ ઉપવન ફીડર, તા.17 જૂન , મંગળવારના રોજ ગોરવા: ગુજરાત હાઉસિંગ બોર્ડ ફીડર, અટલાદરા: ચાણક્ય ફીડર, વાસણા: રાધેશ્યામ ફીડર, અકોટા: સ્ટેડિયમ ફીડર અને ગોત્રી: સેન્ટ્રલ એક્સાઇઝ ફીડરમાં વીજ પુરવઠો સવારે 6 થી 10 વાગ્યા સુધી બંધ રહેશે.