વડોદરામાં વર્ષ 2022થી 2024 સુધીમાં બેન્કો દ્વારા 20,50,100,200,500 અને 2000ની ચલણની નોટ મળી 1110 નોટો ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરાવાઇ
વિવિધ ચલણની બનાવટી નોટો ફરતી કરી ભારતીય અર્થતંત્રને નુક્સાનનો પ્રયાસ
કેટલાક તત્વો દ્વારા ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટો બનાવીને શહેરમાં ઘુસાડી અર્થતંત્રને નુક્સાન પહોંચાડવા કાવતરુ રચાઇ રહ્યુ છે. જેથી આ તત્વો અસલી નોટો સાથે કેટલીક ડુપ્લિકેટ નોટો મુકી બેન્કો સાથે છેતરપિડી કરી રહ્યા છે. ત્યારે આવી બેન્કો દ્વારા 3 માર્ચથી 2022થી 17 જાન્યુઆરી 2024 સુધીમાં 20,50,100,200,500 અને 2000ની મળીને 1110 બનાવટી ચલણની નોટો ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરાવાઇ છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ બેન્કો આવેલી છે. જેમાં રોજ લાખોના ટ્રાન્જેક્શનો થતા હોય છે પરંતુ કેટલાક તત્વો દ્વાર ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના હેતુસર શહેરમાં વિવિધ ચલણની ડુપ્લિકેટ નોટો ફરતી કરી છે. જે બેન્કો સાચી ચલણી નોટો સાથે ડુપ્લિકેટ પણ ઘુસાડી દેવાતી હોય છે. ત્યારે 3 માર્ચથી 2022થી 17 જાન્યુઆરી સુધીમાં વિવિધ ખાનગી બેન્કો દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે જેમાં 20ના દરની 02, 50ની 12, 100ની 193, 200ની 98, 500ની 720 તથા 2000ના દરની 85 નોટો મળી કુલ 1110 નોટનો સમાવેશ થાય છે. જેથી ડીસીબી પોલીસ દ્વારા આ બનાવટી નોટી બેન્કમાં આપી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોચાડવાનું કાવતરુ રચનાર અજાણ્યા શખ્સો સામે ઈપીકો કલ 489(ક), 489(ખ) તથા 120 (બી) મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.