સાંસદ મનસુખ વસાવાએ પીડીતા બાળકીની મુલાકાત લીધી :
ઘટના ઘટી ત્યારે હું પાર્લામેન્ટમાં હતો ત્યાંથી રહી સતત કલેકટર અને પોલીસના સંપર્કમાં હતો :
ઝઘડિયામાં બનેલી ઘટનાને લઈને પીડિત બાળકીની મુલાકાતે સાંસદ મનસુખ વસાવાએ એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાળકીની મુલાકાત લીધી હતી. તેમજ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પણ આક્ષેપ કર્યા હતા. તેમણે ચૈતર વસાવાને ઉશ્કેરવા સિવાય કંઈ આવડતું નથી સાથે કોંગ્રેસના નેતાઓ પણ રાજકીય વાતો કરે છે, તેમ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બનેલી દુષ્કર્મની ઘટના બાદ પીડિતા બાળકીને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની તબિયત નાજુક હોવાનું મુલાકાતથીઓ જણાવી રહ્યા છે. તેવામાં રવિવારે સાંજે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લીધી હતી. તેમણે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં ઝારખંડની એક નાની દીકરી પર ઝારખંડના જ યુવાને રેપ કર્યો અને રેપ કર્યા પછી જે પ્રકારનું હિન કક્ષાનું કૃત્ય કર્યું છે. જેને અમે પ્રથમ તો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ ઘટના ઘટી ત્યારે હું દિલ્હીમાં હતો. પાર્લામેન્ટ ચાલુ હતું. પાર્લામેન્ટમાં પણ રહેવું એટલું જ જરૂરી હતું. પરંતુ દિલ્હી રહીને અમે સતત કલેક્ટરથી માંડીને પોલીસ ખાતાના સતત સંપર્કમાં હતા અને આ દીકરીને જલદીમાં જલદી સાચું થઈ જાય એ પ્રકારની ટ્રીટમેન્ટ મળે એ માટે પણ અમે ચિંતા કરી છે. પોલીસ પણ ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરે એના માટે પણ પોલીસને અમે સતત પૂછપરછમાં હતા. અને પોલીસ બિલકુલ કાયદેસરની કાર્યવાહી કરી છે. ગુનેગાર ભાગી ન જાય એના માટે તાત્કાલિક પકડી લઈને જે સીટ એસઆઇટીની રચના કરી છે. ત્રણ ત્રણ ડીવાયએસપીની આખી ટીમ તૈયાર કરી છે. આજે ગુનો બન્યો એ અને ભવિષ્યમાં આવો ગુનો ન બને એ તમામ એન્ગલથી પોલીસ તંત્ર પણ કામ કરી રહી છે. અને તેમની સાથે ડોક્ટરોની ટીમ પણ અહીંયા ખડે પગે કામ કરી રહી છે. ક્યાંક પણ કોઈ ચૂક ન થાય સારવારમાં એના માટે ડોક્ટર સાથે પણ વાતચીત કરી,સરકાર આના માટે ખૂબ જ ગંભીર છે. અમે પોતે પણ આ વિસ્તારના બધા આગેવાનો ઝઘડિયાના ધારાસભ્ય પણ મારી સાથે છે. મારા વિસ્તારના બધાજ જે ઘટના ઘટી એ વિસ્તારના આસપાસના અને આગેવાનો આ ઘટના ઘટી બાદમાં સતત કેમ કરીને પરિવારને મદદરૂપ થવું એ રીતના પોતપોતાની રીતે બધા પ્રયત્નો કરી રહ્યા છે. હું તો કહું છું જે પ્રકારની આ જે ઘટના ઘટી છે, રેપ કર્યા પછી પણ એણે જે પ્રકારનું કૃત્ય કર્યું છે. આવા લોકોની સામે ફાંસીની સજા થવી જોઈએ. જેથી કરીને બીજા અન્ય લોકો બોધ પાઠ લે કે આવું કરવાથી આ પ્રકારની ફાંસીની સજા થાય. પોલીસ અધિકારીઓ જે પ્રમાણે કામ કરી રહ્યા છે, તે રિપોર્ટને આધારે કાયદો કાયદાની રીતે કામ કરશે. પણ આવા ગુનેગારોને કડકમાં કડક સજા થશે. એ સરકારનો ધ્યેય છે ચૈતર વસાવાનું શું છે એને આક્ષેપ કર્યા સિવાય બીજું કાંઈ નથી. ઇન્ડસ્ટ્રીઝમાં આવીને આવા લોકોને ઉશ્કેરવાને સિવાય બીજો કોઈ ધંધો નથી. આવી જગ્યાએ પોઝિટિવ વાતો કરવી જોઈએ અને આવા ગુના કરનારા જે કેટલાક લોકો છે. એ આવો ગુનો ન કરે અને એની માટે કોઈકને કોઈક સારા વિચાર હોય એવા તેમણે વિચાર મૂકવા જોઈએ. પણ આ પોલિટિકલી બધી વાતો છે. બીજા અધર્સ પાર્ટીના કોંગ્રેસના પણ કેટલા રાજકીય રીતના બધા વાતો કરે છે. આમાં જે ઘટના ઘટી એ બધા લોકો વખોડી કાઢે છે. બધા જ લોકો વખોડી કાઢે છે, અને ભરૂચ જિલ્લો એવો છે, અંકલેશ્વર જીઆઇડીસી એવી છે કે, એક મીની ઇન્ડિયા ત્યાં વસે છે, છતાં પણ આ લોકોને અમે સારી રીતે સંભાળીએ છીએ અને કોઈ પણ પ્રકારની નાની-મોટી તકલીફ ન પડે એના માટે પણ હંમેશા ચિંતા કરી છે. એવું નથી કે, આ ઘટના ઘટી એટલા માટે હર હંમેશા કોઈ પણ પ્રસંગમાં અને આ ઇન્ડસ્ટ્રીઝમાં યુપી બિહારના ઓરિસ્સાના ગરીબમાં ગરીબ પરિવારના જે લોકોને કોઈ તકલીફ ના પડે એના માટે જિલ્લામાં સંકલનની સમયે સમયે મીટીંગ મળતી હોય છે. ત્યારે, પણ એમના પ્રશ્નોની અમે ચિંતા કરીએ છીએ તેમ જણાવ્યું હતું