Vadodara

વડોદરા : ચાલુ કન્ટેનરમાંથી ઓવરલોડેડ માલ સામાન નીચે પડતા,વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

તરસાલી બાયપાસ થી સુરત તરફ જતા હાઇવે ઉપર બની ઘટના :

બાઈક ચાલક આવી જતા બ્રેક મારતા જ સેફ્ટી બેલ્ટ તૂટી ગયો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસથી સુરત તરફ જવાના માર્ગ ઉપર કન્ટેનરમાંથી ઓવરલોડ ભરેલો માલ સામાન રોડ ઉપર નીચે પડતા મોટી હોનારત થતા ટળી હતી. જોકે કન્ટેનરમાં રહેલો સામાન નીચે પડતા પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. હાઇવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ટ્રાફિક હળવો કર્યો હતો.

વડોદરા શહેર અને જિલ્લામાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ક્યાંકને ક્યાંક ગફલત ભરી રીતે વાહન ચાલકો હંકારતા અકસ્માતો થઈ રહ્યા છે. દેવામાં એક મોટી હોનારત થતા રહી ગઈ હોય તેવી ઘટના બની હતી. વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ થી સુરત તરફ જવાના માર્ગ ઉપરથી કન્ટેનરમાંથી ઓવરલોડ ભરેલો માલસામાન માર્ગ ઉપર નીચે પડ્યો હતો. હાલ આ ઘટનામાં જાનહાની થતા ટળી હતી. ચાલકનું કહેવું છે કે બાઈક ચાલક અચાનક આવી જતા બ્રેક મારવી પડી હતી. એટલે સેફ્ટી બેલ્ટ તૂટી ગયું હતું. જેના કારણે કન્ટેનરમાં ભરેલો માલ સામાન નીચે પટકાયો હતો. જો કે એક તરફ આ કન્ટેનરમાંથી માલ સામાન હાઈવે ઉપર પડતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ હાઇવે પોલીસ ઘટના સ્થળે આવી હતી. જ્યારે આ ઘટનાને લઈને પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકજામના કારણે અટવાયા હતા.

Most Popular

To Top