Vadodara

વડોદરા : ગઠિયાઓને પોલીસનો કોઇ ડર નથી, યુવતીનો જાહેરમાં મોબાઇલ ખેંચતો શખ્સ

ફતેગંજ વિસ્તારમાં બે યુવતીના મોબાઇલ તફડાવી બે ગઠિયા ફરાર, મોબાઇલની ખેંચાખેચના સીસીવીટી સામે આવ્યાં

પ્રતિનિધિ વડોદરા તા.3

ચેન સ્નેચર તથા મોબાઇલની લૂંટ ચલાવનાર ગઠિયાઓને પોલીસનો જાણે કોઇ ડર જ રહ્યો નથી. તેમ બિન્દાસ્ત રોડ પર જતી યુવતીઓના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લેતા હોય છે. ત્યારે ફતેગંજ વિસ્તારમાં બે યુવતીના બાઇક પર આવેલા ગઠિયા દ્વારા મોબાઇલ ઝુંટવીને ફરાર થઇ ગયા હતા જેથી યુવતીઓએ ફતેગંજ તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરમાં ક્રાઇમ રેટ દિન પ્રતિદીન વધી રહ્યો છે. વડોદરા પોલીસનો જાણે ગુનેગારો પર કોઇ ડર રહ્યો નથી. વારંવાર પોલીસ દ્વારા મોબાઇલ તથા ચેન સ્નેચરોને પકડતા હોવા છતાં કેમ આવી ઘટના ઓછી થવાનું નામ લેતી નથી. ત્યારે વધુ બે બનાવ, યુવતીઓના હાથમાંથી મોબાઇલ ઝુંટવીને બાઇક ચાલકો ભાગ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં વાઘોડિયા તાલુકાના આજવા કમ્પાઉન્ડ રાયણ તલાવડી પાસે મધુવનનગરમાં રહેતા જયશ્રી બેન ધ્રુવકુમાર ઠાકોર ફતેગંજ વિસ્તારમાં  રોઝરી સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન તુલસી હોટલ પાસે બાઇક પર આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલો શખ્સ યુવતીના હાથમાં રૂ. 10 હજારનો મોબાઇલ ઝુટવીને એસટી ડેપો તરફ ભાગી ગયા હતા. યુવતીએ મોબાઇલ બચાવવા માટે બુમો પાડી ઝપાઝપી કરી હોવા છતાં તેઓ મોબાઇલ લઇને નો દો ગ્યારાહ થઇ ગયા હતા. જેથી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોધાવી છે. બીજા બનાવમાં મૂળ ગોધરાના અને હાલમાં ફતેગંજ વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં ઓફિસર તરીકે નોકરી કરે છે. નોકરીના સમયે બાદ યુવતી ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે કંપનીની બસમાં ઉતરીને ચાલતા જીમખાના રોડ આવેલા વર્કિંગ વુમન હોસ્ટેલ તરફ આવતા હતા. ત્યારે સાંજના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પાસે બાઇક પર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સ તેમની પાસે પહોંચી ગયો હતો અને તેમના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ મોબાઇલ પકડી રાખ્યો હોય ખેંચાખેચ થતા બંને લથડિયા ખાતા રોડ પર પડ્યા  હતા.તેમ છતાં ગઠિયા મોબાઇલ લઇને ફરાર થઇ ગયો હતો. જેની સમગ્ર ઘટના સીસીટીવી  કેમેરામાં કેદ થઇ ગઇ હતી. યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top