(પ્રતિનિધિ ) વડોદરા તા.28
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીના ભવ્ય રોડમાં ભાજપના વોર્ડ નંબર 13 પ્રમુખનું પાકીટ કોઇ ખીસ્સા કાતરું મારી લીધી હતું. જેમા એટીએમ, ક્રેડિટકાર્ડ અને રોકડ રકમ હતી.
લોકસભાની ચૂંટ્ણીની જાહેરા થઇ ચૂકી છે ત્યારે વડોદરાના ઉમેદવાર એવા ડો.હેમાંગ જોષીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા અને ભવ્ય રોડ યોજ્યો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મંત્રી સહિતના મહાનુભાવો સાથે સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યકરો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હોય ખીસાકાતરુ ગેંગ પણ સક્રિય બની હતી. જેમાં ગૃહમંત્રીના રોડ શોમાં જોડાયેલા ભાજપના વોર્ડ નંબર 13 પ્રમુખ નલિન પોથીવાલનું પાકીટ ચોરાયું હતું. પાકીટમાં રૂપિયા 1200 ઉપરાંત ક્રેડિટાકાર્ડ, એટીએમકાર્ડ સહિત કિંમતી આઇડી હોવાનું જાણવા મળી રહ્યું છે.