Vadodara

વડોદરા : કૃણાલ ચાર રસ્તા પાસેની જીમમાંથી પિસ્તોલ તથા 6 કારતૂસ લાથે એક શખ્સ ઝડપાયો

સુખવિંદસિંગ પાસેથી મળી આવેલા રોકડા રૂ. 51 હજારને લઇ શંકા કુશંકા, કયા કારણોસર સાથે રાખી હતી તેની પુછપરછ શરૂ

પ્રતિનિધિ વડોદરા તા.16

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસેની જીમમાંથી રેડી કરીને પોલીસે એક શખ્સને પિસ્ટલ મેગજીન તથા 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પિસ્ટલ, કારતૂસ, મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ.96 હજારનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ શરૂ કરી હતી

લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા કૃણાલ ચાર રસ્તા પાસે સિગ્નેટ પ્લાઝાની જીમમાં કેટલાક યુવાનો જીમની ટ્રેનિંગ માટે આવતા હોય છે. ત્યારે દરમિયાન 14 જુલાઇના રોજ બાતમી મળી હતી કે જીમમાં ટ્રેનિંગ માટે આવતો સુખવિંદરસિંગ નામનો શખ્સ પોતાની સાથે થેલીમાં પિસ્તોલ લઇને આવ્યો છે. જેથી બાતમીના આધારે લક્ષ્મીપુરા પોલીસની ટીમે જીમમાં રેડ કરી હતી અને સુખવિંદરસિંગના લોકરમાં ચેક ચેકિંગ કર્યું હતું. ત્યારે એક પિસ્ટલ મેગજીન સાતે 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે સુખવિંદરસિંગની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. તેની પાસેથી પિસ્ટલ, 6 કારતૂસ ,મોબાઇલ અને રોકડા 51 હજાર મળી 96 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પિસ્ટલ કયા કારણોસર પોતાની સોથી રાખી હતી, કોની પાસેથી અને ક્યારે લઇને આવ્યો હતો તેની પૂછપરછ શરૂ કરાઇ છે.  

Most Popular

To Top