Vadodara

વડોદરા : કુખ્યાત અલ્પુ સિંધી ભૂગર્ભમાં, પોલીસની વિવિધ ટીમો દ્વારા શોધખોળ

અગાઉના દારૂના હિસાબના રૂપિયાને લઇને ફરી હરી લુધવાણી પર અલ્પુ સિંધીનો હુમલો કર્યો હતો, સ્થાનિક પોલીસ, પીસીબી, ડીસીબી સહિતની એજન્સીઓ પણ એક્ટિવ થઇ                                                       

પ્રતિનિધિ વડોદરા તા.19

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં બુટલેગરો દારૂના હિસાબને લઇને ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. તેમાં કાર માગવાની અદાવતને માત્ર મુદ્દો બનાવીને માથાભારે અલ્પુ સિંધીએ બુટલેગર હરી લુધવાણી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં અલ્પુ સહિતના આરોપીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે.  ત્યારે સ્થાનિક પોલીસ, પીસીબી અને ડીસીબી સહિતના વિવિધ ટીમો દ્વારા તેમની શોધખોળ કરાઇ રહી છે અને તેના ઘરે તથા સંબંધીઓના ઘરે પણ તપાસ કરાઇ હતી. બીજી તરફ આરોપી મોબાઇલ નંબર બદલતો રહેતો હોય તેનો ચાલુ નંબર શોધવા સાથે સીડીઆર મંગાવવાની પણ તજવીજ શરૂ કરાઇ છે.

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતા બૂટલેગર અલ્પુ સિંધી તથા હરી લુધવાણી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇને ફરી માથાભારે અલ્પુ સિંધીએ સાગરીતો સાથે મળીને કારની માગણી કેમ કરે છે તે બાબતે ફતેગંજ બ્રિજ પર ઘેર્યો હતો અને લાકડી તથા લોખંડની પાઇપ વડે હિંસક હુમલો કર્યો હતો. જેથી હેરી લુધવાણીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્પુ સિંધી સહિતના સાગરીતો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય સ્થાનિક પોલીસ બે સહિત પીસીબી, ડીસીબી સહિતના વિવિધ ટીમો દ્વારા આરોપીના વારસીયા સહિત તેમના સંબંધીના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અલ્પુ સિંધી માથાભારે અને કુખ્યાત હોવાના કારણે તેને વહેલી તકે ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના કરાઇ છે. બીજી તરફ પોલીસ દ્વારા આરોપીના સીડીઆર મંગાવવાની પણ તજવીજ શરૂ કરી છે પરંતુ માસ્ટર માઇન્ડ અલ્પુ વારંવાર મોબાઇલ નંબર બદલતો રહેતો હોવાના કારણે તેના કયા નંબરના સીડીઆર કઢાવવા માટે પણ પોલીસ મુંજવણમાં મુકાઇ રહી છે. કારણ કે જે નંબર પરથી હેરી લુધવાણીને ધમકી આપી હતી તે મોબાઇલ નંબર સંપર્ક કરતા તેનો મોબાઇલ બંધ કરી દેવામાં આવ્યો છે.

રવિ દેવજાણી પર તલવારથી હુમલો કરાયા બાદ મારી નાખવાની ધમકી,4 સામે ફરિયાદ

હેરી લુધવાણી પર હુમલો કરવાના ગુનામાં સામેલ રવિ બીમનદાસ દેવજાણીએ પણ વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જુના આરટીઓ પાસે મને રોકીને હરી લુધવાણી, કુણાલ સોલંકી, અનિલ ઉર્ફે બોબડો અને વિવેક ઉર્ફે બન્નીએ કાર બાબતે પુછપરછ કરી તુ અમારી સાથે શિવધારા ફ્લેટ પાસે ચાલ અમે તારી સાથે ગદ્દારી નહી કરીએ તથા કોઇ ખોટુ કામ નહી કરીએ તેમ કહ્યું હતું. તુ પણ અમારો ભાઇ જ છે. તેમ કહીને શિવધારા ફ્લેટ પાસે લઇ ગયા હતા. ત્યાં માર માર્યા બાદ તલવારથી હુમલો કર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Most Popular

To Top