Vadodara

વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ

કસ્ટમર સપોર્ટની APK ફાઇલ પડી ભારે, લિંક પર ક્લિક કરતા જ બે ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉડી

પ્રતિનિધિ | વડોદરા | તા.17

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે સાયબર ઠગોએ પોતે એસબીઆઇ બેન્કના અધિકારી હોવાનું ભાન આપી રૂ.1.39 લાખની ઠગાઇ આચરી છે. ઠગોએ યુવકને કસ્ટમર સપોર્ટની APK ફાઇલ મોકલી, જેના પર ક્લિક કરતા જ તેના એસબીઆઇ અને એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી રકમ કપાઈ ગઈ હતી.
📍 આજવા રોડના યુવકને આવ્યો શંકાસ્પદ ફોન
આજવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા અમન સંતોષભાઈ ગુપ્તાને 22 ઓગસ્ટ 2025ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારએ જણાવ્યું હતું કે તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બોલી રહ્યા છે.
💳 ઇન્ટરનેશનલ સર્વિસ ચાલુ હોવાનો ડર બતાવ્યો
ઠગોએ અમનભાઈને જણાવ્યું હતું કે તેમના એસબીઆઇ અને એચડીએફસીના ક્રેડિટ કાર્ડ પર ઇન્ટરનેશનલ સર્વિસ ચાલુ થઈ ગઈ છે, અને જો તે બંધ કરાવવી હોય તો રૂ.5,000 ચૂકવવા પડશે. આ વાત પર વિશ્વાસ મૂકી અમનભાઈએ સંમતિ આપી હતી.
📲 Customer Support_ p38.apk લિંક બની ફ્રોડનું કારણ, ક્લિક કરતા જ ખાતામાંથી રકમ કપાઈ

ઠગોએ ત્યારબાદ Customer Support_ p38.apk નામની લિંક મોકલી અને તેના પર ક્લિક કરવા જણાવ્યું. યુવકે લિંક પર ક્લિક કરતા જ થોડા સમયમાં એસબીઆઇ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.71,000, એચડીએફસી ક્રેડિટ કાર્ડમાંથી રૂ.65,000 મળી કુલ રૂ.1.36 લાખ બિનઅધિકૃત રીતે કપાઈ ગયા હોવાના મેસેજ આવ્યા હતા.

🚔 બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, સાયબર ઠગોને ઝડપી પાડવા તપાસ શરૂ

પોતાની સાથે ઠગાઇ થઈ હોવાની ખાતરી થતા અમનભાઈ ગુપ્તાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ એંગલથી તપાસ શરૂ કરી અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

⚠️ પોલીસની નાગરિકોને અપીલ, APK ફાઇલ કે શંકાસ્પદ લિંકથી દૂર રહો

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે
કોઈપણ બેન્ક ફોન પર APK ફાઇલ મોકલતી નથી
અજાણી લિંક પર ક્લિક ન કરવી
બેન્ક સંબંધિત માહિતી ફોન પર શેર ન કરવી
થોડું સાવચેત રહેવું મોટી ઠગાઇથી બચાવી શકે છે.

Most Popular

To Top