વડોદરા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શુક્રવારે તા.25 મીના રોજ વડોદરા જીલ્લાની મુલાકાતે આવનાર છે.અને પાદરા તાલુકામાં ખાનગી હોસ્પિટલ ખાતે કોવિડ સારવારમાં ઉપયોગી પ્રાણવાયુ સંયંત્ર પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે.તે પૂર્વે વડોદરા હવાઈ મથકે તેમની સુરક્ષા હેતુસર શહેર પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 25 જૂનના રોજ શુક્રવારે પાદરાના ડભાસા ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવનાર છે.જે માટે તેઓ વડોદરા શહેરના હવાઈ મથકે આવી ત્યાંથી ડભાસા ખાતે બાય રોડ પોલીસ કાફલા સાથે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવા જશે.જેને ધ્યાનમાં રાખીને ગુરુવારે વડોદરા હવાઈમથકે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું તથા એસ્કોટિંગનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.જેમાં ફાયરબ્રિગેડની ટિમ, એમ્બ્યુલયન્સ , પોલીસ તથા ટ્રાફિક પોલીસના તમામ મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.