Vadodara

વડોદરા: ઊર્મિ ચાર રસ્તા પાસે કારનું ટાયર ભૂવામાં ધસી પડ્યું

અકોટા વિસ્તારના ઉર્મી ચાર રસ્તા નજીક ફરી એકવાર પડ્યો વિશાળ ભૂવો

વડોદરા નાં રાજમાર્ગો પર ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત



પ્રતિનિધિ વડોદરા તા. 15
વડોદરા શહેરના રસ્તા ઉપર પડતા ભૂવાઓથી નગરજનો કંટાળ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં શહેરમાં એટલા બધા ભૂવાઓ પડ્યા છે કે હવે તેની ગણતરી કરવી પણ મુશ્કેલ બની છે. વડોદરા શહેરના નાગરિકોએ પુણ્યના કામો કર્યા હશે તેના લીધે આજદિન સુધી કોઈ નાગરિક આ ભૂવાના કારણે અકસ્માતનો ભોગ બન્યા નથી. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના પાપે કોઈ નાગરિક આપવા ના કારણે પોતાનો જીવ ગુમાવશે તે વાત કદાચ નક્કી છે.

શહેરના અકોટા વિસ્તારમાં ઊર્મિ ચાર રસ્તાથી વલ્લભ ચોક તરફ જતા માર્ગ પર થોડા દિવસ અગાઉ જ એક સાથે બે ભૂવા પડ્યા હતા. જે કારણે એક તરફનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ હતો. તે સમયે એક વાહન ચાલક દ્વારા તેની ગાડી બંધ કરાયેલી રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી અને અચાનક જ તેની ફોરવીલ ગાડીનું આગળનું ટાયર રસ્તા ની અંદર ધસી પડ્યું હતું અને એકાએક વિશાળકાય જન્મ લીધો હતો. જે રાહદારીની ફોરવીલ ગાડીનું ટાયર ભૂવામાં ફસાયું હતું તેમનું કહેવું હતું કે આ પહેલા પણ સુસેન ચાર રસ્તા પર જે મહાકાય ભુવો પડ્યો હતો તે દરમિયાન પણ તેમનું જીવ માં માંડ માંડ બચ્યો હતો. આ રસ્તા પર બે ભૂવા ઓછા પડતા હતા એટલે ત્રીજો ભૂવો પડ્યો હતો તેવું પણ કહી શકાય.

વડોદરા મહાનગરપાલિકા માટે કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી તકલાદી કામગીરી, ભ્રષ્ટ અધિકારીઓના પાપે અને સત્તાધીશોની બેદરકારીના કારણે શહેરનો કોઈ વિસ્તાર કે એક રસ્તો બાકી નહીં હોય જ્યાં આ ચોમાસાની સિઝન દરમિયાન ભૂવો ન પડ્યો હોય છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ અને સત્તાધીશો ના પેટનું પાણી પણ મળતું નથી. હવે જોવાનું રહેશે કે આજે ભૂવો ઊર્મિ ચાર રસ્તા નજીક પડ્યો છે તેનું સમારકામ વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર ક્યારે શરૂ કરશે.

Most Popular

To Top