વડોદરા તારીખ 27
વડોદરા પોલીસે સતત બીજા દિવસે પણ ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિરોધ કાર્યવાહી ચાલુ રાખી હતી. આજવા રોડ પર એકતાનગરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને શંકાસ્પદ મહિલા અને પુરુષ 300 લોકોને વેરીફાઇ કરવા માટે ઉપાડી લવાયા હતા. તેમના લીગલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાઈ રહી છે અને જો તેમાં કોઈ બાંગ્લાદેશી હોવાના પુરાવા મળશે તો તેમને ડીટેન કરી કાર્યવાહી કરાશે.
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને ઘણા લોકોના જીવ લેતા સમગ્ર દેશમાં રોશની લાગણી ફેલાય છે. બીજી તરફ ગુજરાતમાં બાંગ્લાદેશીઓ સહિતના અન્ય દેશના નાગરિકો ઘૂષણખોરી કરીને રહેવા સાથે ગેરકાયદે પ્રવૃત્તિ પણ કરતા હોય છે. ત્યારે ગુજરાત સહિત વડોદરામાં આવવા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે 26 એપ્રિલને શનિવારના રોજ શહેર પોલીસ દ્વારા આવા ઘુસણખોરી કરનાર 1000 શંકાસ્પદોને પૂછપરછ માટે લવાયા હતા. જેમાંથી બાંગ્લાદેશના ડોક્યુમેન્ટ સાથે ત્યાંની નાગરિકતા ધરાવતા હોય પાંચ લોકો મળી આવ્યા હતા. ઉપરાંત અન્ય 15 લોકો પણ શંકાસ્પદ મળ્યા છે.
આજે 27 એપ્રિલના રોજ બીજા દિવસે પણ પોલીસ દ્વારા ઘૂસણણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ એકતાનગરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મહિલા અને પુરુષ મળીને કુલ ૩૦૦ ઉપરાંતના શંકાસ્પદ લોકોને આધાર કાર્ડ સાથે વેરીફાઇ કરવા માટે લવાયા હતા. તેમના તમામ લીગલ ડોક્યુમેન્ટસની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો તેમાંથી કોઈ બાંગ્લાદેશી મળી આવશે તો તેમને ડીટેન કરી આગળની કાર્યવાહી કરાશે.