એએચટીયુની ટીમે દરોડો પાડી બાળ મજૂરોને મુક્ત કરાવ્યા.
માંજલપુર નજીક અલવાનાકા વિસ્તારના મકાનમાં બાળ મજૂરી કરાવતા બે વેપારીઓની અટકાયત કરી હતી. પોલીસે બે સગીરોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં હોટલના સંચાલકો દ્વારા સગીર અને નાની વયના બાળકો કામ પર રાખી તેમનું આર્થિક શોષણ કરતા હોય છે. એએચટીયુની ટીમ 24 તારીખે રાત્રીના સમયે માંજલપુર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતા. દરમિયાન બાતમી મળી હતી કે અલવાનાકા ચતુરાઈ નગર જીઆઇડીસી કોલોનીના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી સગીરા બાળકોને કામ પર રાખી તેમની પાસેથી બાળ મજૂરી કરાવે છે. જેના આધારે એએચટીયુની ટીમે બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરી હતી. ત્યારે મકાનમાંથી બે સગીર છોકરાઓ મળી આવ્યા હતા. તેમની પુછપરછ કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક મહીનાથી વહેલી સવારના 6થી 9 વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાનું કામ કરીએ છીએ અને અમને મહિનાના રૂ 9 હજાર પગાર આપવામાં આવે છે. જેથી પોલીસે સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરતા બન્ને હોલસેલ વેપારી રામલાલ લોગરજી ડાંગી હાલ તથા નરેન્દ્ર ખેમરાજ ડાંગીને અટકાયત કરી હતી. જ્યારે બાળકોને સગીરોને બાળ મજુરીમાંથી મુક્ત કરાવી તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.
