વડોદરાથી અમદાવાદ તરફ જતી એક મારુતિ કાર ટેન્કર પાછળ ઘૂસી જતાં 10નાં મોત થયા છે. એક્સપ્રેસ હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી આ કાર મુસાફરોનું પરિવહન કરતી શટલ કાર હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.
