પ્રતિનિધિ વડોદરા 22
શહેરના વેમાલી પાસેની સોસાયટીમાં 30 વર્ષીય મહિલા અટલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એકાએક ચક્કર આવતા બ્રિજ પરથી નીચે ફટકાયા હતા. જેમાં ગંભીર ઇજાઓના કારણે તેમનું સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ત્યારે મહિલાનું મોત થયું છે કે કોઈ દ્વારા તેમને નીચે ફેંકવામાં આવ્યા છે તેને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ રીતે તપાસ શરૂ કરાઈ છે.
વડોદરા શહેરના વેમાલી ગામ પાસેની અંબે રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષથી મહિલા ઇન્સીકા દર્શિતભાઈ પરીખ કામ અર્થે પટેલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ચક્કર આવતા બ્રિજ પરથી નીચે ફટકાયા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ મહિલાનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વેમાલી વિસ્તારમાં રહેતી મહિલા કેવી રીતે અટલ બ્રિજ પાસે પહોંચી હતી તેને લઈને રહસ્ય રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે મહિલા ખરેખર ચક્કર આવતા નીચે ફટકાઇ છે કે પછી તેમને કોઈ દ્વારા નીચે ફેકવામાં આવી છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.