Vadodara

વડોદરામાં હૃદય રોગના હુમલાની સારવાર લઈ રહેલા દર્દીએ મતદાન કર્યું



ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મતદાન મથકે પહોંચ્યા

મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો કોઈ પણ સંજોગોમાં મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. વડોદરામાં એક દર્દીને હાર્ટ એટેક આવ્યા બાદ તે હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ લોકશાહીના આજના પર્વમાં તેઓ પોતાનું યોગદાન આપવા માટે એમ્બ્યુલન્સમાં મતદાન મથકે પહોંચ્યા હતા. પ્રકાશ ડેમલા નામના વ્યક્તિને બીજી મેના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને તેઓને એન્જોપ્લાસ્ટિ કરવામાં આવી છે તેઓ હજુ સારવાર હેઠળ જ છે પરંતુ આજના લોકશાહીના પર્વમાં તેઓએ પોતાનું યોગદાન આપવા માટે જુસ્સો બતાવ્યો હતો અને તેઓનો સાથ હોસ્પિટલના સંચાલકોએ પણ આપ્યો ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ડોકટરની ટીમ સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો મત આપી દેશની પ્રત્યેની ફરજ અદા કરી હતી.

Most Popular

To Top