Vadodara

વડોદરામાં વ્યાજખોર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ…

સગા ભાઇ પાસેથી રૂ. 97 હજાર વસૂલ્યા હોવા છતાં વધુ રૂ.40 હજારની ઉઘરાણી  કરતી વ્યાજખોર બહેન

સોમાતળાવ ખાતે રહેતી અને વ્યાજનો ધંધો કરતી બહેને તેના દાંડિયાબજાર ખાતે રહેતા સગા ભાઇને રૂ. 66 હજાર રોજના 1 હજાર વ્યાજે લેવાની શરતે આપ્યા હતા. એક મહિનામાં વ્યાજ સહિતના રૂ. 97 હજાર ચૂકવી દીધા હતા તેમ છતાં વધુ 40 હજારની પઠાણી ઉઘરાણી કરતા ભાઇએ વ્યાજખોર બહેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના દાંડિયાબજાર કાકા સાહેબના ટેકરા પર રહેતા નિલેશભાઈ ભોલેશ્વભાઈ કહારને વર્ષ 2023માં નાણાની જરૂરીયાત ઉભી થતા તેમના સગા બહેન શિત અરવિંદ કહાર (રહે, સોમાળાવ)ને વાત કરી હતી ત્યારે તેઓએ મારી પાસે હાલ નાણાની વ્યવસ્થા નથી પરંતુ કરૂણા નિલ કહારને વાત કરી છે. તેઓને વ્યાજ અને તેનુ મુડીના રોજના રૂ.1 હજાર લેખે ચુકવવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેના ભાઇની પત્નિ જીનલના ખાતામાં ઓનલાઈન શિતલ અરવિંદ કહાર ઉપરથી 66 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જેથી યુવકે શિતલ કહારને તેને રૂ.1 લાખની જરૂરીયાત છે ત્યારે તેણે તારે અગાઉ કરૂણા કહારને આપવાના બાકીના રૂ.32 હજાર તથા વ્યાજના 5 હજાર કાપીને બાકી રહેલા રૂ.66 હજાર આપ્યા હતા પરંતુ વ્યાજ તો એક લાખ રૂપિયા પર જ ચુકવવાનુ રહેશે. 10 ફેબ્રુઆરીએ વ્યાજના રૂ.31 હજાર ઓનલાઇન શિતલ કહારના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. આમ શિતલ કહારને વ્યાજ રોજના એક હજાર સહિતના 97 હજાર ચૂકવી દીધા હતા તેમ છતાં વધારાના રૂપિયા 40 હજારની ભાઇ પાસે પઠાણી ઉઘરાણી કરતી હતી. જેથી કંટાળીને સગાભાઇએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top