વડોદરા શહેરના અલગઅલગ વિસ્તારોમાં લોકોની નજર ચુકવીને 10 મોબાઇલની ચોરી કરનાર શખ્સને ફતેગંજ પોલીસે છાણી ટીપી 13 વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1.56 લાખના મોબાઇલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ચોર ટોળકી ચાલુ બાઇક પર ચાલતા જતા મહિલાઓ તથા પુરુષોના હાથમાં બાઇલ છૂંટવીને પલાયન થઇ ગઇ હોવાના અનેક બનાવો બન્યા છે. આ મોબાઇલ ચોરો ટોળકે પકવા માટે શહેર પોલીસની ટીમ તેમને શોધી રહી હતી. દરમિયાન ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિગમાં હતો. ત્યારે તમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ 10 જેટલા મોબાઇલ વેચવાની ફિરાકમાં ફરી રહ્યો છે અને આ શખ્સ ટીપી 13 પાણીની ટાંકી બાજુ વિસ્તારમાં છે. જેના આધારે ફતેગંજ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બાતમી મુજબના શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસે તપાસ કરતા અલગ અલગ કંપનીના 10 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.જેથી આ શખ્સ પાસે મોબાઇલના બિલ સહિતના પુરાવાની માગણી કરતા ન હોવાનું જણાવ્યું હતું. જેથી તેની કડકાઇથી પૂછતાછ કરતા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લોકોની નજર ચુકવીને મોબાઇલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેની પાસેથી 1.56 લાખના 10 મોબાઇલ કબજે કરી ચોરી કરનાર મિતેશ ઉર્ફે ભોલો વિનોદ શર્મા (રહે. ભાથીજીના મંદિરની સામે ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ વડોદરા, હાલ અમદાવાદ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.