Vadodara

વડોદરામાં રિક્ષામાં બેસાડ્યા બાદ મહિલાના દાગીના સરકાવી લેતી ટોળકી ફરી સક્રિય

કિશનવાડીના વૃદ્ધાને રિક્ષા બેસાડ્યા બાદ ગઠિયાએ સોનાની ચેન સરકાવી લીધી

રિક્ષા ચાલક પાછળની શીટ પર એક યુવતી અને બે યુવકો અગાઉથી બેઠેલા હતા

વડોદરા તા.20

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધ મહિલા જલગાવ ખાતે લગ્ન પ્રંસગમાંથી આવીને કાલાઘોડા સર્કલ પાસે વહેલી સવારે ઉતર્યા હતા અને કમાટીબાગ પાસેથી કિશનવાડી પોતાના ઘરે જવા રિક્ષામાં બેઠા હતા. ત્યારે પાછળ બેઠેલી એક મહિલા તથા બે ગઠિયા પૈકી એક શખ્સે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન કાઢી લીધી હતી અને તેમને રસ્તા ઉતારી દીધા હતા. જેથી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા 65 વર્ષીય સત્યભામા રમેશ સાળુકે  જલગાવ ખાતેથી લગ્ન પ્રસંગ પતાવીને રાત્રીના નવેક વાગે ટ્રાવેલ્સની બસમાં બેસી વડોદરામાં આવ્યા હતા અને  18  માર્ચના રોજ વહેલી સવારે 5.30 વાગે કાલાઘોડા સર્કલ પાસે ઉતર્યા હતા. ત્યાથી કિશનવાડી પોતાના ઘરે જવા માટે કમાટીબાગના ગેટ પાસે ઉભા હતા. દરમિયાન રિક્ષા રેલ્વે સ્ટેશન તરફથી આવીને ઉભી રહી હતી. જેમાં આગળની શીટ ઉપર ડ્રાઇવર  પાછળ એક છોકરી અને બે છોકરા બેઠેલા હતા. મહિલાએ કિશનવાડી ગધેડા માર્કેટ જવાનુ કહેતા 20 રૂપિયા થશે તેમ કહી તેમને પછળની શીટ ઉપર વચ્ચે બેસાડયા હતા. રિક્ષા થોડી આગળી લીધા બાદ પાછળ બેઠલા  મહિલાએ ગળામા પહેરેલી સોનાની ચેન કાઢી લીધી હતી. જેથી તેમને  જાણ થઇ હતી ત્યારે તમે શું કરો છો ? તેમ કહેતા તેમને રિક્ષામાથી નિચે ઉતારી દિધા હતી અને  થેલો પણ નિચે ધકો મારી ફેકી દીધો હતો ત્યારબાદ રિક્ષા લઇને તેઓ એસ.એસ.જી હોસ્પિટલ તરફ ભાગી ગયા હતા. જેથી મહિલાએ સોનાની ચેન રૂ.40  હજાર, રોકડા રૂ.6 હજાર ચોરી કરી લઈ નાસી ગયા હતા. જેથી વૃદ્ધ મહિલાએ સયાજીગંજ પોલીસે તેમની ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષામાં ફરતી ચોર ગેંગની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top