વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ આજે ફરી એકવાર મંગળ બજાર,મદનઝાપા રોડ વિસ્તારમાં દબાણો હટાવ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થામાં મદદરૂપ થવાના ઇરાદે પાલિકા તંત્ર દ્વારા લહેરીપુરા મંગળ બજાર રોડ રસ્તાની બંને બાજુના કાચા પાકા હંગામી દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી ખાણી પીણીની લારીઓ અને ગલ્લા ખુલ્લા રહેતા હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે કેટલાક વિસ્તારમાં શહેરની શાંતિને પણ જોખમરૂપ આવા ગેરકાયદે દબાણો બની શકે છે.
પરિણામે પાલિકા તંત્ર દ્વારા લહેરીપુરા મંગળ બજારના ગેરકાયદે લારીના દબાણો સહિત રોડ રસ્તાની બંને બાજુના ફૂટપાથો પર રીપેરીંગની તથા નવી સાયકલો ગોઠવીને સાયકલ બજારના દબાણો સહિત પણ રોડ રસ્તાની બંને બાજુના હંગામી ગેરકાયદે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે દબાણો ખસેડીને રસ્તા સહિત ફૂટપાથો જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
વડોદરામાં મંગળબજાર, મદનઝાંપા અને ગોત્રી વિસ્તારમાંથી હંગામી ગેરકાયદે દબાણોનો સફાયો
By
Posted on