- વડોદરા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
- રૂપાલાને હટાવવા ઉગ્ર માગ
પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે બાયો ચડાવી રહ્યો છે અને તેઓ સામેનો વિરોધ આક્રમક બન્યો છે. વડોદરા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એકત્રિત થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને એક જ માંગ કરવામાં આવી કે પુરુષોત્તમ રૂપાલા ને હટાવવામાં આવે.
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી. ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપર કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે પુરુષોત્તમ રૂપાલાએ આ અંગે માફી પણ માંગી લીધી છે તેમ છતાં ક્ષત્રિય સમાજ તેઓને માફ કરવાના મૂડમાં નથી અને એક જ માંગ કરી રહ્યા છે કે તેઓની ટિકિટ રદ કરવામાં આવે વડોદરા ખાતે સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ હતી અને પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોદી સામે એમને કોઈ વેર નથી પરંતુ રૂપાલા નહી ચાલી શકે.