Vadodara

વડોદરામાં નેતાઓ પણ સુરક્ષિત નથી, વોર્ડ નં.3ના કોર્પોરેટર ડો. રાજેશ શાહની સોનાની ચેન તોડી બે ગઠીયા રફુચક્કર

કલ્યાણનગરથી બાલભવન તરફ સાયકલ લઇ પરત આવતી વેળા ડોક્ટરને નિશાન બનાવ્યા

વડોદરા તા. 9

વડોદરા શહેરમાં ખુદ નગર સેવકો પણ સુરક્ષિત રહ્યા નથી. વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. કલ્યાણ નગર થી બાલભવન તરફ આવતી વેળા તેમની પાછળથી નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવેલા બે ગઠીયા તેમના ગળામાંથી અઢીથી ત્રણ તોલાની સોનાની ચેન તોડી રફુચક્કર થઈ ગયા હતા. કોર્પોરેટરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલી હોય તેનો લાભ અછોડા તોડ ઉઠાવ્યો હતો. ચૂંટણીનું મતદાન પત્યા ના બીજા દિવસે જ બાઈક સવાર ગઠિયાઓએ રાજમહેલ રોડ નિઝામપુરા વિસ્તારમાંથી મંગળસૂત્ર અને બે સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. ત્યારે વડોદરા શહેરમાં ખુદ નગરસેવકો જ સુરક્ષિત ન હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતા ડો.રાજેશ કિરીટભાઇ શાહે નિઝામપુરા વિસ્તારમાં નીકીર ક્લીનીક ચલાવે છે અને વોર્ડ નંબર ૩મા કોર્પોરેટર પણ છે. 8 મેના રોજ કોર્પોરેટર સવારના 6.10 વાગ્યાના સુમારે સાયકલ લઈને મોર્નિંગ વોક માટે ઘરેથી નિકળી બાલભવન થઈ નરહરી સર્કલ થઇ કાલાઘોડા ખાતે ગયો હતો. ત્યાથી તેઓ કલ્યાણનગર થઇ બાલભવન તરફથી પરત ઘરે આવવા માટે ભાયુજી મહારાજના મંદીર પાસેથી પસાર થતા હતા. દરમિયાન તેમની સાયકલ પાછળથી એક નંબર પ્લેટ વગરની બાઈક ઉપર બેસી બે ગઠીયા આવ્યા હતા અને બાઈકની પાછળ બેઠેલા ગઠિયાએ કોર્પોરેટરના પાછળના ભાગેથી ગળામાં હાથ નાખી રુ.90 હજારની અઢીથી ત્રણ તોલાની સોનાની ચેન તોડીને બાલભવન થઇ કાશીબેનના દવાખાના તરફ ભાગી ગયા હતા. બન્ને કઠિયાઓએ મોઢું સંતાડવા માટે માક્સ પેહરેલું હતુ. કોર્પોરેટરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાઈક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top