મકરપુરાના વેપારી પાસેથી બળજબરી પૂર્વક 200 રૂપિયા પડાવ્યા
મકરપુરા પોલીસ સ્ટેશનમાંથી આવું છું, હપ્તાના બાકી 200 રૂપિયાની માંગણી કરી
વડોદરા તારીખ 30
ડુપ્લીકેટ પોલીસનું ભૂત ફરી વડોદરા શહેરમાં ધૂણ્યું છે. મકરપુરા એસટી ડેપો પાછળ ધંધો કરતા પસ્તીના વેપારીને મકરપુરા પોલીસ સ્ટેશનમાંથી આવું છું તેમ કહી પોલીસની ખોટી ઓળખ આપનાર ઠગ રૂપિયા 200 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. વેપારીના મિત્રએ પોલીસને ફોન કરી બોલાવતા આ ગઠિયો ફરાર થઈ ગયો હતો.
મકરપુરા વિસ્તારમાં નોવિનો તરસાલી રોડ પર આવેલી ભક્તિનગરમાં રહેતા ભાવેશ ભેરૂલાલ કુમાવત મકરપુરા ડેપો પાછળ શ્યામ પસ્તી ભંડારની દુકાન છેલ્લા ત્રણ વર્ષથી દુકાન ચલાવે છે. 29 ઓક્ટોબરના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે વેપારી પસ્તી ભંડારની દુકાને હાજર હતા. તે સમય દરમિયાન નવેક વાગ્યે તેમના મિત્ર હિરાલાલ પાટીલ (રહે.નારાયણનગર મકરપુરા ડેપો પાછળ વડોદરા) દુકાને આવ્યા હતા. જેથી બન્ને મિત્રો એકબીજા સાથે વાત ચીત કરતા હતા. દરમીયાન સવારના દશેક વાગ્યાના સુમારે એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને વેપારીને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ત્યારબાદ તેણે હું મકરપુરા પોલીસ સ્ટેશનથી આવુ છું, મારો હપ્તો બાકી છે, તો ત્યારે વેપારી તમે પંદર દિવસ પહેલા 200 રૂપિયા હપ્તો લઈ ગયા હતા તેમ કહ્યું હતું. ત્યારે આ શખ્સે તેની સાથેના ચાર પોલીસવાળાના રૂપિયા લેવાના બાકી છે. જેથી વેપારીએ આઈ કાર્ડ માંગતા તેણે તમારે આઈ કાર્ડથી શું મતલબ છે તમે ખાલી હપ્તો આપી દો. જેથી વેપારીએ સાહેબ હું તો પસ્તીનો ધંધો કરું છું અને હાલમાં કોઈ ધંધો હજુ કર્યો નથી તો ક્યાંથી રૂપીયા આપુ ? તમારૂ નામ શું છે ત્યારે તેણે નાનાભાઈ ઉકેડભાઈ પરમાર છે તેમ કહી વેપારી પર ગુસ્સે
થયો હતો અને વેપારી પાસેથી બળજબરી પૂર્વક 200 રૂપિયા પડાવી લીધા હતા. વેપારીના મિત્રો 112 પર ફોન કરીને બોલાવતા બોગસ પોલીસ બની આવેલા નાનાભાઈ ઉકેડ પરમાર (રહે. વડદલા ગામ વડોદરા) સ્થળ પરથી ભાગી ગયો હતો. મકરપુરા ડુપ્લિકેટ પોલીસ બની આવેલા શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.