Vadodara

વડોદરામાં આગામી પાંચ દિવસ હળવા થી મધ્યમ વરસાદની વકી…

અન્ય એક સાયકલોન સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદનું જોર વધવાની શક્યતા

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર માં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે..

દેશમાં મોન્સૂન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યો જેમાં કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પૂરપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉતર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના પગલે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મધ્ય ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન હળવા થી મધ્યમ ગતિએ વરસાદ વરસવાની આગાહી કરાઇ છે જેની અસર ગુરુવારથી જોવા મળી રહી છે. વડોદરામાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા તો બીજી તરફ અમદાવાદમાં ગુરુવારે સવાર થી બપોર સુધી હળવો વરસાદ પડ્યો હતો જે બપોર બાદ ભારે વરસાદમાં પરિવર્તિત થયો હતો. નડિયાદ, આણંદ ચરોતર સહિતના પંથકમાં આજે બપોર બાદ વરસાદ વરસ્યો હતો. આજથી ભરુચ, સુરત, નવસારી, ડાંગ, સૌરાષ્ટ્ર માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં ભારે વરસાદ વરસી શકે છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાત થી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રેક સક્રિય થયું છે જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે નીચાણવાળા વિસ્તારમાં તકેદારી ના પગલાં લેવામાં આવી રહ્યાં છે. તદુપરાંત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે છોટાઉદેપુર, પંચમહાલ વડોદરા સહિતના જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદ પડશે. અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં સક્રિય થઇ રહી હોવાથી વરસાદનું જોર ભારતમાં દક્ષિણ અને ઉત્તર પૂર્વીય રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પણ સ્થાઇ સમિતિની બેઠકો યોજીને તમામ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ તથા કોઇપણ પ્રકારની આફત સામે તૈયારીઓ કરી દેવામાં આવી છે જે અંગે સ્થાનિક કાઉન્સિલરો તથા પાલિકાના અધિકારીઓ ને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

Most Popular

To Top