મૌલાના હારૂન હાફીજઅલી પઠાણ ફેબ્રિકેશનના કામ સાથે તેમજ મૌલાના પાસે ધર્મનું શિક્ષણ પણ લેતો હોવાનું અને ધર્મનું શિક્ષણ આપતો હોવાનું બહાર આવ્યું છે.
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કલ્યાણનગર સ્થિત વુડાના મકાનમાં રહેતી મહિલા ગત તા.04 એપ્રિલના રોજ બપોરે ન્હાવા માટે બાથરૂમમાં ગઇ હતી તે દરમિયાન મોબાઇલ ફોનમાં વિડિયો ઉતારનાર મૌલાનાની સયાજીગંજ પોલીસ દ્વારા ધરપકડ કરી તેના મોબાઇલ ફોનને તપાસ માટે એફ.એસ.એલ.મા મોકલવામાં આવ્યો છે.

શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કલ્યાણનગર સ્થિત વુડાના મકાનમાં મૂળ ઉત્તરપ્રદેશની મહિલા પોતાના પરિવાર સાથે રહે છે પતિ ડ્રાઇવિંગ કરતા હોય અઠવાડિયામાં એક વાર ઘરે આવે છે. ગત તા. 04 એપ્રિલ ને શુક્રવારે મહિલા પોતાના ઘરે બપોરે આશરે દોઢેક વાગ્યાના સુમારે બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી અને તેમની સાસુ નમાજ પઢવા બેઠા હતા તે દરમિયાન મહિલાને બાથરૂમમાં લાગેલી જાળી તરફ નજર જતાં કોઇક પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં વિડિયો ઉતારતો હોવાનું જણાતાં પાંચ સંતાનોની માતાએ પોતાની સાસુને બુમરાણ મચાવતા સમગ્ર બાબતે જાણ કરી હતી જેથી સાસુએ બહાર નિકળી જોતાં કોઇ જણાયું ન હતું પરંતુ જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરતાં સફેદ વસ્ત્રોમાં એક યુવક ભાગતો જણાયો હતો જેને મહિલા ઓળખી ગ ઇ હતી તે બ્લોક નં એસ -02/31, વુડાના મકાનમાં કલ્યાણનગર ખાતે રહેતો મૌલાના હારુન હાફીજઅલી હોવાનું જણાયું હતું.રાત્રે નવ વાગ્યાની આસપાસ ઇરફાન હજારત અને તારીકખાન પઠાણ આ અંગે માફી માગવા સાથે આવ્યા હતા પરંતુ મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૌલાના હારૂન હાફીઝઅલી પઠાણની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે એસીપી એ ડિવિઝન ડી.જે.ચાવડા દ્વારા માહિતી આપી હતી જે મુજબ હારુન હાફિઝઅલી પઠાણ 20 વર્ષનો છે અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલો છે સાથે જ મૌલાના તરીકે ધર્મનું શિક્ષણ આપે છે તથા અન્ય મૌલાના પાસેથી ધર્મનું શિક્ષણ મેળવે છે પોલીસે તેની પાસેથી મોબાઇલ ફોન કબજે કરી એફ.એસ.એલ.મા તપાસ માટે મોકલી આપ્યો છે જેમાં સમગ્ર મામલે સ્પષ્ટ થતાં વધુ પૂરાવાઓ એકત્રિત કરી જે તે કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં મૌલાનાની ભારતીય ન્યાય સંહિતાની કલમ 77 હેઠળ અટકાયત કરવામાં આવી છે

