Vadodara

વડોદરા:પાલિકાના વોર્ડ 7ની સંકલન બેઠકનું આયોજન ઉત્તર ઝોનની કચેરી ખાતે કરાયું હતું…

કારેલીબાગ શાક માર્કેટરોડ પરથી હટાવી અન્ય જગ્યાએ સ્થાળાંતરીત કરવા, શુક્રવારી બજાર સંદર્ભે યોગ્ય નિતિ બનાવી આયોજન અંગે સૂચના અપાઇ હતી

વોર્ડ વિસ્તારમાથી કચરાના ઓપન સ્પોટની રોજ્બરોજ સાફ સફાઇ કરવા જણાવ્યું હતું

ગુરુવારના રોજ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ 7ની સંકલન બેઠકનું આયોજન ઉત્તર ઝોનની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.આ બેઠક
મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી , ડે .મેયર ચિરાગભાઈ બારોટ, દંડક શૈલેષ પાટીલ, ડે. મ્યુનિ.કમિશનર ભાવનાબા ઝાલા, આસિ.મ્યુનિ.કમિશનર, કાર્યપાલક ઈજનેર, વોર્ડના કાઉનસીલરો તથા સંગઠનની ટીમ, ડેપ્યુટિ એંજીનીયર, તમામ પ્રોજેક્ટના ડે.એન્જીનીયરો, આરોગ્ય શાખાના ડે.હેલ્થ ઓફિસરો તથા અન્ય અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગુરુવારના રોજ વોર્ડ 7ની સંકલન બેઠકનું આયોજન ઉત્તર ઝોનની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્યત્વે સ્થાનિક કાન્સિલરો અને સંગઠન દ્વારા વિસ્તારના વિકાસના કામો સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. ડે.મ્યુનિ.કમિશનર દ્વારા ગત સંકલન મિટિંગમા પોસ્ટ ફ્લડ ના મુદ્દાઓ સંદર્ભે થયેલ કામાગીરી વિશે માહિતિ આપવામા આવી હતી બાદ આ મિટિંગમા ચર્ચાની શરૂઆત કરવામા આવી હતી.
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી દ્વારા સંકલન બેઠકની શરૂઆતમાંજ દરેક વિભાગના એંજીનીયરો સાથે સંવાદ કરી પોસ્ટ ફ્લ્ડની કામાગીરી સંદર્ભે જરૂરી સુચના આપવામાં આવી હતી જેમા મુખ્યત્વે લો-લાઇન એરીયા અને ખાડા પડેલા રોડોનુ જે તે વોર્ડના કાઉંસીલરો સાથે સંકલનમા રહિ લિસ્ટ તૈયાર કરવું, લો પ્રેશર વાળા એરીયા તથા વરસો જુની પાણીની લાઇનોના એરીયાનુ તથા વરસાદી ગટરો તથા કાંસો ઉપર થયેલ દબાણોનુ લિસ્ટ બનાવી અઠવાડીયામા રજુ કરવા કડક શબ્દોમા સુચના આપવામાં આવી હતી.તદુપરાંત વડોદરા શહેરના એંટ્રી પોઇંટ અમિતનગર બ્રિજની નીચેના ભાગમા રેગ્યુલર સાફ સફાઇ કરવા તથા દબાણો હટાવી પેવર બ્લોક બેસાડવા સુચન કરાયુ હતુ. કન્સટ્રકશન અને ડેમોલિશન વેસ્ટ માટે સરકારની સુચના મુજબ RRR ફેસેલિટિ સેંટર ઉપર જમા કરાવવા તથા વોર્ડ વિસ્તારમાથી કચરાના ઓપન સ્પોટની રોજ્બરોજ સાફ સફાઇ કરવા જણાવેલ હતું સાથે વોર્ડ ઓફિસર અને આસી.મ્યુનિ.કમિશનર દ્વારા વોર્ડમા સઘન મોનિટરીંગ કરી સફાઇ કરાવવે તથા દબાણો અંગે અન્ય વિભાગો સાથે સંકલનમા રહીને હટાવવા સહિત આવા ઇસમોને નોટિસ તથા દંડ પણ ફટકારવા ચેરેમેન દ્વારા જણાવાયું હતુ. હેલ્થ વિભાગ દ્વારા ક્લોરીનની ટેબલેટનુ વિતરણ, દવાઓનો છંટકાવ, ફોગીંગની ચાલી રહેલી માહિતિ મેડવી મેડીકલ કેમ્પોનુ આયોજન કરવા સુચના આપવામા આવી હતી. આમ સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા તમામ મુદ્દઓને આવરી લઇને અધિકારી કર્મચારીઓને પ્રો એક્ટિવલી કામગીરી કરવા સુચના અપાઇ હતી.
વોર્ડ નં 7ના કાઉંસિલરો બંદિશભાઇ શાહ, શ્વેતાબેન ઉત્તેકર, ભુમિકાબેન રાણા, તથા વોર્ડની સંગઠનની ટીમ દ્વારા કેટલીક રજુઆતો કરવામા આવી હતી જેમા મુખ્યત્વે ઇન્દીરાનગર પાસે કાસમઆલા કબ્રસ્તાન પાસે થી પસાર થતી કાંસ ઉપર અવરોધ રૂપ દિવાલ હટાવાવા, સંદર્ભે રજુઆત થતા ચેરેમેન દ્વારા સદરહુ દિવાલ ઉપરથી ફિડર લાઇન પસાર થતી હોય વહેલી તકે ઝોન અને બ્રિજ પ્રોજેક્ટના એંજીનીયરોને સંકલન કરાવા જણાવ્યુ હતું. કારેલીબાગ શાક માર્કેટ રોડ પરથી હટાવી અન્ય જગ્યા એ સ્થાળાંતરીત કરવા, શુક્રવારી બજાર સંદર્ભે યોગ્ય નિતિ બનાવી આયોજન કરવા તથા ચાર રસ્તા પર વસવાટ કરતા ભિક્ષુકોના દબાણો હટાવવા, સફાઇ, ટ્રાફિક જેવા મુદ્દઓ ઉપર રજુઆત કરવામા આવી હતી.
જે સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી દ્વારા અધિકારીઓને સભાસદોની રજુઆતો સંદર્ભે પ્રાથમીકતાના ધોરણે કામગીરી કરાવા તથા કરેલ કામગીરી સંદર્ભે જાણ કરવી. દરેક અધિકારી અન્ય વિભાગોના એંજીનિયરો સાથે સંકલન કરી સભાસદોની રજુઆત અને નાગરીકોની સમસ્યાનો પ્રો એક્ટીવલી ઉકેલ લાવવા જણાવ્યુ હતું સાથે ડે.મ્યુનિ.કમિશનરે મુખ્ય્ત્વે સંકલન કરી કાઉંસીલરોની રજુઆતોનો નિકાલ કરાવવાનો રહેશે તેમ નક્કી કરાયું હતું.

Most Popular

To Top