Dabhoi

વડોદરાના 125 જેટલા યુવાનો ચાંદોદથી કાવડ લઈ પગપાળા મોટનાથ મહાદેવ જવા રવાના

ડભોઇ: વડોદરાના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 125 ઉપરાંત યુવાનો યાત્રાધામ ચાંદોદથી કાવડ લઈ પગપાળા મોટનાથ મહાદેવ ખાતે રવાના થયા છે. તેઓ તેરસ શિવરાત્રીના દિવસે નર્મદા જળથી મહાદેવને અભિષેક કરશે.

આગામી 25 તારીખને શુક્રવારથી શ્રાવણ માસ પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે યાત્રાધામ ચાંદોદની નર્મદા નદીના જળથી અનેક કાવડ લઇ અલગ અલગ મહાદેવના મંદિર જળ અભિષેક થશે. ત્યારે આજે કાવડ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરા ના 125 ઉપરાંત જેટલા યુવાનો યાત્રાધામ ચાંદોદ ખાતે વહેલી સવારે આવી પહોંચ્યા હતા. નર્મદામાં સ્નાન પૂજા તેમજ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરીને નર્મદા જળ લઈને કાવડ યાત્રાનો પગપાળા શુભારંભ કર્યો હતો. બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા નીકળી હતી.

છેલ્લા 16 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન થાય છે. આ વર્ષે 17 માં વર્ષ માં મંગલ પ્રવેશ હોય 125 ઉપરાંત યુવાનો કાવડ લઇ ચાંદોદ થી વડોદરા હરણી મોટનાથ મહાદેવ મંદિરે પહોંચશે અને તેરસ શિવરાત્રીના દિવસે મોટનાથ મહાદેવ પર નર્મદા જળથી અભિષેક કરવામાં આવશે. આ કાવડયાત્રા દરમ્યાન દરેક યુવાનો 3 દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવ્યો છે અને રસ્તામાં દરેક જગ્યાએ સુંદર ફરાળી નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કાવડ યાત્રામાં જે યુવાનો વડોદરામાં વર્ષો થી રહે છેz જે ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય ધરાવતા યુવાનો છે. મૂળ હરિયાણા,રાજસ્થાન તેમજ ઉતરભારતના રહેવાસી છે.

Most Popular

To Top