- ઓક્સિજનની માત્રા ઘટી જવાના કારણે મોત થયું હોવાની આશંકા
- ફિલ્ટરેશન અને ઓક્સિજન પંપ બંધ હાલતમાં હોવાથી ઘટના ઘટી હોવાનું અનુમાન
વડોદરાના સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. જેના પગલે પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તળાવમાં ઓકિસજનની માત્રા ઘટી જવાના કારણે મોત નિપજ્યા જોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે.
વડોદરાની ઓળખ સમાન ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીના મોત નિપજવાની ઘટના સામે આવે છે. તળાવમાં ભૂતકાળમાં પણ અનેક માછલાઓના મોત થયા છે. અને તેના કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે પુનઃ એક વખત સુરસાગરમાં માછલાંનાઅ મોતની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસમાં તબક્કા વાર માછલાઓના મોત થઇ રહ્યા છે. હાલમાં પાલિકા તંત્ર દ્વારા મરેલી માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે. સુરસાગર તળાવમાં માછલીઓ નું મરણનું મુખ્ય કારણ શું તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવે છે. સ્થાનિકો તેમજ જીવ દયા પ્રેમીઓ દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી હોઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે, સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવા આવતા લોકો એ પણ મેદાના પદાર્થ માછલીઓ ને ખાવા માટે નાખવા ના જોઈએ.