દરેક આંગણવાડીઓ રૂ.12,50,000ના એક સરખા ખર્ચે બનાવી?*
ગ્રામ્ય ખાતે નવીન આંગણવાડી તૈયાર કરાવી વડોદરા શહેરમાં એક પણ નહીં*
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ કેટલા પ્રજાલક્ષી કામો કર્યા છે તેની વિગત જાણવા માટે શહેરના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર એવા અંબાલાલ પરમાર દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમા જિલ્લા આયોજન કચેરી તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર સાંસદે માત્ર આઠ જેટલી આગણવાડીઓ તૈયાર કરાવી છે અને દરેક આંગણવાડીઓ નો ખર્ચ એક સરખો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના આરટીઆઇ એક્ટિવિસ્ટ તથા સામાજિક કાર્યકર એવા અંબાલાલ પરમાર દ્વારા વડોદરાના સાંસદ દ્વારા કેટલા પ્રજાકીય કાર્યો કરવામાં આવ્યા છે તે માટેની માહિતી માટે વડોદરા જિલ્લા આયોજન કચેરી પાસેથી એક આરટીઆઇ કરી માહિતી મેળવી હતી જેમાં જિલ્લા આયોજન કચેરી તરફથી જણાવ્યા અનુસાર વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ માત્ર આઠ આગણવાડીઓ તૈયાર કરાવી છે . જે વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ તૈયાર કરાવી છે શહેરમાં સાંસદે એક પણ કાર્ય નથી કર્યું.બીજી તરફ એમ પણ જાણવા મળ્યું છે કે દરેક આંગણવાડીઓ રૂ. 12,50,000ના એક સરખા ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આમ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ સાંસદની ગ્રાન્ટમાંથી બીજા કોઈ પ્રજાકીય કાર્યો કરવાને બદલે એક સાથે આઠ આંગણવાડી એક સરખા ખર્ચે બનાવી છે જે શંકા ઉપજાવે છે કારણ કે એક સરખો ખર્ચ ક ઇ રીતે આવી શકે?તેવા સવાલો આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા ઉઠાવી તપાસ ની માંગ કરાઇ છે.
સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી સાવલી તાલુકાના પોઇચા,મેવાલી તથા મોટી ભંડોલ ખાતે કુલ ત્રણ આગણવાડીઓ જેમાં પ્રત્યેક આંગણવાડી પાછળ અંદાજીત રકમ રૂ.12,50,000 લેખે કુલ રૂ.37,50,000 તે જ રીતે ડેસર તાલુકામાં આવેલા સાંઢાસાલ -1 અને 2 ખાતે કુલ બે નવીન આંગણવાડી માટે રૂ. 25,00,000 તથા વાઘોડિયા તાલુકામાં આવેલા આંકડિયાપુરા તથા જૂના રામપુરા ખાતે એમ કુલ બે નવીન આગણવાડીઓ માટે રૂ.25,00,000 તથા વડોદરા (ગ્રામ્ય) તાલુકાના દેણા ગામે નવીન આંગણવાડી માટે રૂ.12,50,000ની તૈયાર કરાવી છે જે તમામ આઠ આગણવાડીઓ નો ખર્ચ એક સરખો હોય આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા તપાસ ની માંગ કરાશે.
વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ માત્ર આઠ આંગણવાડી બનાવડાવી, આરટીઆઇમા ખુલાસો
By
Posted on