સ્થાયી સમિતિમાં મેયરના પ્રવાસને મંજૂરી અપાઈ
વડોદરા: આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાઇ સમિતિની બે બેઠકો મળી હતી, જેમાં મેયરના ઇન્ડોનેશિયા, જાકાર્તા ખાતેના વિદેશ પ્રવાસની પરવાનગી તથા અન્યપોસ્ટ ઓડિટ દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી.
આજરોજ વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાઇ સમિતિની બે બેઠકો સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી. પ્રથમ સ્થાઇ સમિતિની બેઠક સવારે 10:30 કલાકે મળી હતી. જેમાં ગત વર્ષના મુલતવી કામો પોસ્ટ ઓડિટ રિપોર્ટ 31-07-2023 થી 06-08-2023 ની દરખાસ્તોને ધ્યાનમાં લેવામાં આવી હતી. જેને મંજૂર કરવામાં આવી હતી. સાથે જ તા.02-07-2024 થી તા.04-07-2024 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તેમજ સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રુલ્સ અંતર્ગત એક મેયર ફોરમનુ ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજનનો ખર્ચ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવશે. તે માટે મેયરને આ આમંત્રણમા ભાગ લેવા જવા માટેની મંજૂરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે.
બીજી સ્થાઇ સમિતિની બેઠક સવારે 11:00 કલાકે યોજવામાં આવી હતી. જેમાં ગત 24-07-2023 થી30-07-2023ની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. જે સાથે જ પાણીને લગતા લાંબાગાળાના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં લાંબા ગાળે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે લી સત્વરે કામગીરી અંગેની રજૂઆતો હતી. જેને 04 જૂન પછી લેવામાં આવશે. સાથે જ વોર્ડ નં.5 માં જાંબુડીયાપુરા પાણીની ટાંકી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી જે ટાંકી બનવાથી અંદાજે 20 થી 25 સોસાયટીમાં લો પ્રેશરની સમસ્યા છે તેને નિવારી શકાશે. બીજી તરફ શહેરના ગોત્રી પ્રિયા ટોકીઝના નાળાથી રસ્તો બનાવવાનું સૂચન હતું. જેનાથી લોકોને અવરજવર ની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.સાથે સાથે મ્યુનિ. કાઉન્સિલર રડો.રાજેશ શાહ દ્વારા સમા વિસ્તારમાં બે પાઇપલાઇન નાંખવાની સૂચના છે. જેના અનુસંધાને આજે સ્થળ સ્થિતિ જોઈ નિર્ણય કરવામાં આવનાર છે. સાથે સાથે શહેરના કાંસોની સફાઇ માટે મુંબઇ થી ડ્રોન માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે અને હાલ 16 દિવસ તેનું ટ્રાયલ રન ચાલશે તેના માટે ભાડું તથા ત્યારબાદ આ મશીન વસાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.