ડભોઇ રોડ પર શિવાંશ બંગ્લોઝની નવી બંધાતી સાઇટ પર માટી નાખવા માટે રાત્રીના ડમ્પર આવ્યું હતું
વરણામા પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયાં
પ્રતિનિધિ વડોદરા તા.18
વડોદરા જિલ્લામાં ડભોઇ રોડ પર કપુરાઇ ગામની સીમમાં શિવાંશ બંગ્લોઝ નામની સાઇટની કામગીરી ચાલી રહી છે. જેમા ઘણા શ્રમિક ત્યાં ઝુપડા બાંધીને કામગીરી કરી રહ્યા છે. રવિવારે રાત્રીના સમયે બે શ્રમિક યુવકો રોડ પર પથાર કરી મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે મોડી રાતના સમયે માટી નાખવા આવેલા ડમ્પર ચાલકે રિવર્સ લેવા જતા બંને યુવકો પર પૈડા ચડાવી દઇને કચડી નાખ્યા હતા. જેના કારણે બંને ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. વરણામા પોલીસે બંને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી.
ડભોઇ રોડ પર કપુરાઇ ગામની સીમમાં શિવાંસ બંગ્લોઝની નવીન સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાં કામ કરતા શ્રમિક કમલભાઇ સુરતાનભાઇ ભાંભોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 17 માર્ચના રોજ સાઇટ પર કામગીરી પતાવીને જમ્યા બાદ પોતાના ઝુપડામા ઉંઘી ગયા હતા. જ્યારે મારો ભાઇ નારુભાઇ ભાંભોર તથા અકલેશ બાબુ કટારા ઝુપડાની સામે બાંધકામની સાઇટના મેટલ તથા માટી પાથરેલા કાચા રસ્તા પર સતા હતા. તે દરમિયાન રાતના અગિયાર વાગ્યા બાદ સાઇટ પર સોસાસટીના અલગ અલગ રોડ પર માટી નાખવા ડમ્પરો માટીના ઢગલા કરી જતા રહેતા હતા. સવારે હુ ઉઠ્યો હતો ત્યારે મારા ભાઇ સહિત બે જણા જોવા મળ્યા ન હતા. જેથી તેમની શોધખોળ કરી હતી પરંતુ પતો લાગ્યો ન હતો. મે અન્ય શ્રમિકો સાથે મળીને માટીના ઢગલા હટાવીને જોતા નારુ તથા અકલેશ ત્યાં દબાઇને મૃત હાલતમા મળી આવ્યા હતા. માટી નાખવા માટે આવેલા ડમ્પરના ચાલકે રિવર્સ લેતી વેળા સુઇ રહેલા બંને યુવકો પર ડમ્પર ચડાવીને તેમને કચડી નાખ્યા હતા. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા હતા. વરણામા પોલીસે બિલ્ડર તથા કોન્ટ્રાક્ટ, ડમ્પરના ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વરણામા પોલીસ દ્વારા બંનેના મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
એક શ્રમિકનું માથુ છુદાઇ ગયું જ્યારે અન્ય આંતરડા બહાર આવી જતા અરેરાટી
કપુરાઇ ગામની સીમમાં નવી બંધાતી સાઇટ પર છેલ્લા કેટલાક મહિનાઓ મધ્યપ્રદેશના શ્રમિકો પોતાના પરિવાર સાથે ત્યાં ઝૂપડા બાંધી રહે છે અને કામગીરી પણ કરતા હોય છે. દરમિયાન 17 માર્ચના રોજ રાત્રીના તમામ શ્રમિકો જમીન પરવારની ઊંઘી ગયા હતા ત્યારે માટી ખાલી કરવા માટે આવેલા ડમ્પરના ચાલકો દ્વારા રોડ પર ઊંઘી રહેલા બે મજૂરો રિવર્સ લેતા કચડી નાખતા નારુભાઇનું માથુ ફાટી જવા સાથે આતરડા બહાર નીકળી ગયા હતા જ્યારે અકલેશનું આખુ માથુ છુદાઇ ગયું હતું.
બંનેને કચડ્યા બાદ તેમના પર માટીના ઢગલો કર્યો
મૂળ મધ્યપ્રેદશમાં નારુભાઇ અને અકલેશ કટારા તેમના ભાઇના ઝુપડની સામે રોડ પર ઉંઘતા હતા. ત્યારે મોડી રાત્રી માટી કાઢી કરવા માટે આવેલા ડમ્પરોના ચાલકો રિવર્સ લેતી વેળા તેમને કચડી નાખ્યા હતા ત્યારબાદ કોઇને શંકા ના જાય માટે તેમના પર માટી નાખી દેવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા શ્રમિકોનો ભોગ લેનાર બિલ્ડર, કોન્ટ્રાક્ટર તથા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.