Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417
Madhya Gujarat

વડોદરાથી રાજપીપળા પાર્સલ લેવા આવેલ શખ્સ રિક્ષા ડ્રાઈવરને પાર્સલ લેવા મોકલી રિક્ષા લઈ રફુચક્કર

વડોદરાથી રાજપીપળા પાર્સલ લેવાના બહાને રિક્ષા ભાડે કરી આવેલો અજાણ્યો શખ્સ રિક્ષા ડ્રાઈવર ને પાર્સલ લઈ આવવા કહી રિક્ષા લઈ રફુચક્કર થઈ જતાં રિક્ષા ચાલકે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષા માલિક સુરેશભાઇ રમણભાઇ મકવાણા(રહે, મધરમેરી વસાહત, એકતા નગર,આજવારોડ, વડોદરા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમની ઓટો રીક્ષા નંબર જી.જે.૦૬-૫૫૨૦ કિંમત રૂપિયા ૯૦,૦૦૦ ની એક અજાણ્યા ઇસમ ઉ.વ.આશરે ૩૫-૪૦ નો જેણે શરીર સફેદ કલરનો શર્ટ તથા કમ્મરે જામ્બલી કલરનુ લોઅર પહેરેલ હતુ.
શરૂઆતથી જ આ શખ્સ ઠગાઈ કરવાના ઈરાદે ગઇ તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ રાજપીપલા મેડીકલ સ્ટોરમાંથી બોક્ષ લઇ આવવાનું જણાવ્યા બાદ ભાડા પેટે રૂપીયા ૨,૦૦૦/- નક્કી કરી રિક્ષા માલિક ને રાજપીપલા લઇ આવી ઠંડુ પીવાનુ આપી પોતે રીક્ષા ચલાવી લઇ રાજપીપલા ઓમસાઇ મેડીકલ આગળ રીક્ષા ઉભી રાખી રિક્ષા માલિક ને મેડીકલ સ્ટોર માં બોક્ષ લેવા મોકલી તેમની રીક્ષા લઇ ભાગી જઇ છેતરપીંડી કરતા રાજપીપળા પોલીસે રિક્ષા લઈ નાશી છૂટેલા અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top