હાલમાં સત્તાધારી બીજેપી દ્વારા સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન અંગે ટીકાઓ કરવામાં આવે છે ત્યારે વિચારવાનું એ રહે છે કે જે તે સમયે વલ્લભભાઇ પટેલ ગૃહમંત્રી હતા. પ્રધાનમંત્રીએ દેશને સ્વતંત્રતા મળી એ પછીનાં વર્ષોમાં ભારતની વિકટ પરિસ્થિતિ હોવા છતાં નહેરુએ ભારતના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. ઇશરો, નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ડીઝાઇન, નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા. હિન્દુસ્તાન એરોબોટિક લિમિટેડ આઇઓસીએલ સાહિત્ય અકાદમી ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ ભાભા રિસર્ચ સેન્ટર જેનું આજે પણ વૈશ્વિક સ્તરે નામ બોલાય છે. હવે વાત કરીએ તો કોંગ્રેસ સામેના વિરોધની તો જયોતિરાદિત્ય સિંધિયાથી માંડી રાધાકૃષ્ણ વિખે પાટીલ સુધીના કોંગ્રેસીઓને બીજેપીએ સ્વીકાર્યો છે. એટલું જ નહીં હાલના બીજેપી સભ્યોમાં 30 ટકા સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ છે. ગાંધી પરિવાર સામે વિરોધ હોય તો ગાંધી પરિવારના પુત્રવધૂ મેનકા ગાંધી અને તેના પુત્ર વરુણ ગાંધીને બીજેપીએ સ્વીકારેલ છે. વખોડતાં પહેલાં વિચારવું જોઇએ કે ગાંધી પરિવારનાં બે વડા પ્રધાનો શહીદ થયા છે.
અમરોલી – બળવંત ટેલર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રાજકીય હરણફાળ અર્થે
મહાનગરપાલિકા યા સરકારની જમીનો પર ગુંડાઓ દ્વારા તાણી બાંધેલી આલિશાન ઇમારતો ભોંયભેગી કરવા બુલડોઝર ચલાવવાનું અભિયાન જોરશોરથી આદરવું, હરીફ યુતિ કે પ્રતિસ્પર્ધી પક્ષોને વિવાદમાં ફસાવીને સત્તાધારીઓના (કજિયા) દલાલો ઠરાવીને ચિનગારી ચાંપવી, જયાં ને ત્યાં ભાગલા પાડનાર ઘમંડિયા ગઠબંધનના જૂથનો સનાતનનો સર્વનાશ કરવાનો સંકલ્પ લઇને આવ્યા છે એવું લોકમાનસમાં ઠસાવતી ભીંતપત્રિકાઓ ચોરે ને ચૌટે ચોંટાડવી, જરૂર પડશે તો ખોળો પાથરીને રાજ્યની મહિલાઓ પાસેથી ભીખ માંગીશ પણ દિલ્હીમાં બેઠેલાઓ સામે કદી નહીં ઝૂકે યા કયારેય ભીખ નહીં માગે એવા હુંકાર કરવા પ્રજાસત્તાક દિનની પરેડનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરનારાઓને સખ્ત ઝાટકવા, ભારતીય રેલમાં વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહત નહીં આપવા તથા રેલવે સ્ટેશનો પર નેતાઓના મોટા કદના કટઆઉટ સહિતના ઊભા કરાયેલા સેલ્ફી બુથો વિરુદ્ધ સખત નારાજગી દર્શાવવી આદિ રાજકીય હરણફાળ ભરવાના ફાયદાકારક પ્રયોગો છે.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.