*લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તથા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત સ્થાનિકોના ટોળા ઉમટ્યા*
*શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાર્કિંગ બાબતે મગજમારી કરનાર બે યુવકોએ માતા પિતા વિનાની દીકરીની છેડતી કરી હતી*
વડોદરા: શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાર્કિંગ બાબતે બે માથાભારે યુવકો સાથે સોસાયટીના 25 થી 30 લોકોને મગજમારી થઈ હતી જે અંગેની અરજી સોસાયટીના લોકોએ પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ બે માથાભારે યુવકોએ સોસાયટીમાં માતા પિતા વિનાની અને પોતાના ફોઇ સાથે રહેતી સગીરાની શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યે બે ઇસમોએ છેડતી કરતા સોસાયટી ના બે છોકરાઓએ આ બાબતે બંનેને બોલતા માથાભારે બે ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ કરવા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા યુવકોને જ પોલીસે અંદર બેસાડી આરોપી બનાવવાનો પ્રયાસ કરતાં સ્થાનિકો વિફર્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે ટોળાએ પહોંચી પોલીસ પર ભરણ લેતાં હોય આરોપીઓને ધરપકડ કરવાને બદલે ખૂલ્લા રહેવા દઇ ફરિયાદીને આરોપી બનાવવાનો પ્રયાસ કરતાં લોકોએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું.
પોલીસે મિડિયાને પણ યોગ્ય જવાબ આપવાને બદલે કવરેજ કરતા અટકાવવાનો એક તબક્કે પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર મામલે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ આયરે તથા વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે દોડી આવ્યા હતા અને ડીસીપી ઝોન -1 જૂલી કોઠિયા સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરી હતી.