થરવાસા બ્રિજ પરથી ડભોઈ પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ડભોઇ: એક તરફ કોંગ્રેસ દારૂના અડ્ડા બંધ કરાવવા આવેદનપત્ર આપી રહી છે ટન ડભોઈ તાલુકામાંથી પસાર થતા ભારતીય બનાવટ ના વિદેશી શરાબની હેરાફેરી ને અટકાવવા ડભોઈ પોલીસે કમર કસી છે.

જાણવા મળ્યાં મુજબ ઓપરેશન પરાક્રમ હેઠળ નાયબ જીલ્લા ઈન્ચાર્જ પોલીસ વડા મિલન મોદીના માર્ગદર્શન
હેઠળ પી.આઇ. કે.જે .ઝાલા ની દેખરેખ હેઠળ ડભોઈ પોલીસની ટીમે કરનેટથી ડભોઈ થઈ કાયાવરોહણ જનાર હોવાની માહિતીને આધારે થરવાસા બ્રીજ પાસે તપાસમાં હતા ત્યાં મહેન્દ્રા સ્કોર્પિયો ને ઉભી રાખી તપાસ કરતાં ગાડીમાંથી એક ઈસમ મળી આવ્યો હતો.
જે ગાડીની તપાસ કરતાં વિદેશી દારૂ ના બોટલ અને બીયર ના ટીન મળી કુલ નંગ ૧૬૮૬ જેની કિમત ₹ ૪ ,૦૬૭ ,૨૨ /- , મોબાઈલ નંગ ૧ જેની કિંમત ₹ ૩૦૦૦ /- અને મહીન્દ્રા કંપની ની સ્કોર્પિયો જેની કિંમત ₹ ૧, ૫૦ ,૦૦૦ /- કુલ મળી ₹ ૫, ૫૯ ,૭૨૨નો મુદ્દામાલ ઝડપી પ્રોહિબિસન ની કલમો લગાડી તપાસ હાથ ધરી હતી
પકડાયેલા આરોપી નુ નામ તેરસિંગ નાયકા ચૌહાણ ( ભિલાલા) રે. કઠીવાડા જિ અલીરાજપુર અને કરમાલ ના શંભુ ભાઈ વસાવા પોલીસ પકડથી દુર છે ગુજરાત મા કોગ્રેસ દ્વારા દારૂ બંધીનો કડક અમલ થાય એ માટે આંદોલન ચલાવી રહી છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે સમયે ભારતીય બનાવટનો વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડી કોગ્રેસને જાણે કામગીરી ભેટ આપતા હોય એમ લાગી રહ્યું છે !!