Business

લોકસભાની ચૂંટણી જંગમાં વડોદરા બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં 

  • રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારો ધરાવતી બેઠકોમાં સમાવેશ 
  • ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું 

લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક ઉપરથી 14 ઉમેદવારો મેદાનમાં છે. સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. અંતિમ દિવસે વડોદરાના એકેય ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ન હતું. રાજ્યમાં 3 બેઠકો એવી છે જેમાં સૌથી વધુ 14 ઉમેદવારો નોંધાયા છે જેમાં વડોદરાનો સમાવેશ  થયો છે. 

લોકસભાની ચૂંટણી માટે  આગામી 7 મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં વાશે. ત્યારે સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખે વડોદરા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વડોદરા બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેઓ માટે મતદાન યોજવામાં આવશે. સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકેય ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું ન હતું. અને મુખ્ય પક્ષો ભાજપા, કોંગ્રેસ અને બસપા ઉપરાંત 7 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 3 બેઠકો ઉપર સૌથી વધુ 14 – 14 ઉમેદવારો છે. જેમાં જામનગર, નવસારી અને વડોદરાનો સમાવેશ થાય છે. હવે વડોદરા બેઠક ઉપર ચિત્ર સ્પષ્ટ થઇ જતા વિવિધ પક્ષોએ પોતાનો પ્રચાર પુરજોશમાં વધારી દીધો છે. હવે 14 દિવસ સુધી ચૂંટણી પ્રચારનું ઘમાસાણ જોવા મળશે. 

કયા ઉમેદવારો મેદાનમાં રહ્યા 

ડો. હેમાંગ જોષી – ભાજપ 

જશપાલસિંહ પઢીયાર – કોંગ્રેસ 

અમિતકુમાર જાદવ – બસપા 

હાર્દિક દોશી – સત્યવાદી રક્ષક પાર્ટી 

તપનદાસ ગુપ્તા – SUCI 

અનીલકુમાર શર્મા – હિન્દૂ રાષ્ટ્ર સંઘ 

પાર્થિવ દવે – રાઈટ ટુ રિકોલ પાર્ટી 

હેમંત પરમાર – અપક્ષ 

નીલકંઠ મિસ્ત્રી – અપક્ષ 

મયુરસિંહ પરમાર – અપક્ષ 

અતુલ ગામેચી – અપક્ષ 

નિલેશ વસઈકર – અપક્ષ 

રાહુલ વ્યાસ – અપક્ષ 

રાજેશ રાઠોડ – અપક્ષ 

Most Popular

To Top