દાહોદ, તા.25
લીમખેડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 મહિલા હેલપલાઇન પર ફોન કરીને જણાવેલ કે તેઓને માતા દ્વારા અંધશ્રદ્ધા બાબતે માનસિક હેરાનગતિ કરવામાં આવે છે.તેમ જણાવતાં 181 મહિલા અભયમ ટીમ લીમખેડા કાઉન્સેલર હસુમતી પરમાર પાઇલોટ મંગેશભાઇ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ જીગીશાબેન તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયેલ અને આ પીડિત મહિલા જોડે વાતચિત કરી કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે તેઓને માતા પિતા દ્વારા છેલ્લા ચાર માસથી મંદિર પર લઈ જાય છે અને બાધાઓ લઈને માતાજી બનવા માટે બળજબરી કરે છે જેથી આ મહિલાને ભય લાગતા તેણે પોતાનું ઘર છોડી દીધેલ છે અને હાલ મામાના ઘરે રહે છે તો મામાના ઘરે પણ આ દીકરીની માતા તેને બળજબરીથી ઘરે લઈ જાય છે તેમ જણાવેલ જેમાં 181 ટીમ દ્વારા આ પીડિત મહિલાના માતા – પિતાને બોલાવેલ અને સમજાવેલ કે આ એક અંધશ્રદ્ધા છે અને એમ કરવું ગંભીર ગુનો બને છે જેથી તમારી દીકરીને તમે આવી રીતે બળજબરી કરી શકતા નથી અને હાલ દીકરી માતા – પિતા જોડે રહેવાની ના પાડે છે અને મામાના ઘરે રહેવા જણાવે છે જેથી સમજાવેલ કે હાલ તમારી દીકરીને ડર હોય અને એ પુખ્ત વયની છે. આમ અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન બંને પક્ષોનું સુખદ સમાધાન
કરાવેલ છે.