લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ DIST 3232- F1 લાયન્સ ક્લબ આસ્થા 89252 અને બ્રહ્માકુમારીઝ અટલાદરા ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પ 2025-26નું આયોજન
વડોદરા: લાયન્સ ક્લબ ઓફ આસ્થા અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત સહયોગથી સેવાકેન્દ્ર ખાતે ડાયાબિટીસ, ફિઝિયો, બ્લડપ્રેશર અને જનરલ ચેકઅપ માટે ફ્રી સેવાદીપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન માટે PMCC LION શ્રી પરિમલ ભાઈ પટેલ, કેબિનેટ સેક્રેટરી LN જયશ્રી બેન શુક્લા GST LN શ્રી શૈલેષ ભાઈ શાહ, પ્રેસિડેન્ટ LN વર્ષા કાકા,તેમજ અટલાદરા સેવાકેન્દ્ર ના સહસંચાલિકા બી કે પૂનમ બહેન અને સાથે LN વૈશાલીબેન રાવલ LN નિલેશ ભાઈ ભટ્ટ,
ડો.સચી બેન શાસ્ત્રી અને શ્રી રાજુભાઈ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બી.કે.પૂનમ બહેને મહેમાનો અને સભાજનોનું શબ્દોથી સ્વાગત કર્યું, ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત થઈ.
લાયન પરિમલજીએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષાબેન કાકા ના અથક પ્રયત્નો થી અને બ્રહ્મા કુમારી સંસ્થાના સહયોગ થી આ કાર્યક્રમ નું આયોજન કરી રહ્યા છીએ. જેમાં આધ્યાત્મિક મંચ પર ઉપસ્થિત રહી સમાજ સેવાનો આ અવસર આપણા માટે ખુબ જ ખુશી અને ગર્વની વાત છે. જીવનમાં આધ્યાત્મિકતા અને સેવા એ જ સાચો ગુણ અને આનંદ છે અને હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ આપણે આધ્યાત્મિકતાના સમાવેશ સાથે સમાજ સેવા કરતા રહીએ.
બી.કે.વિપીન ભાઈએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવાઓમાં માત્ર રોગો સામે લડવું એ અમારું લક્ષ્ય ન હોવું જોઈએ પરંતુ સુખી અને સ્વસ્થ જીવન એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે 90% રોગોનું મૂળ માનસિક વિકૃતિઓ અને નબળાઈઓમાં છુપાયેલું છે, આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગ દ્વારા આ નબળાઈઓને દૂર કરવાથી શરીર અને મન રોગમુક્ત અને સ્વસ્થ સમાજનો આધાર બની શકે છે.
આ પછી તબીબોની ટીમે ટેસ્ટ માટે આવેલા લોકોની આરોગ્ય તપાસ કરી હતી જેનો 150 જેટલા ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. અંતમાં બી.કે.પૂનમ દીદીએ ડોકટરની ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો અને કાર્યક્રમ સંપન્ન થયો.