મુંબઈથી અમદાવાદ જતી કર્ણાવતી ટ્રેનની અડફેટે આવી ગયેલા વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું હતું.
28 તારીખે સાંજે સાત વાગે લાકોદરા કરજણ રેલ્વે ટ્રેક પર આવેલા પોલ નંબર ૩૬૩/૨૮ પાસે દુર્ઘટના સર્જાઇ હતી. ટ્રેક વચ્ચે ચાલતા વૃદ્ધને કર્ણાવતી ટ્રેનની ટક્કર વાગતા ઉછળીને ટ્રેકની બીજી તરફ ફંગોળાયા હતા. જેના કારણે માથા તથા પગ સહિત શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધે ઘટના સ્થળે જ જીવ છોડી નાખ્યો હતો. કરજણ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ કરતા મરનાર 70 વર્ષીય વૃદ્ધ મોહમદખા મલંગખા પઠાણ(રહે: નાની ભાગોળ શિનોર) ના હોવાનું જાણવા મળતા પોલીસે તેમના પરિવાર જનોને જાણ કરી હતી. બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ એ જણાવ્યું હતું કે મૃતક કોઈ કામ અર્થે કરજણ બસમાં આવ્યા હતા. અને ટ્રેક પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.