દુન્યવી મોહ અને માયાજાળ માંથી મુકત થનાર કોઇ વિરલો જ હોય છે. ત્રિકાળજ્ઞાની ભગવાનની પત્નિ સીતા લાલચવશ લક્ષમણ રેખા ઓળંગવાથી રામાયણનું સર્જન થયું. વ્યકિતની ઓળખાણ જ અહમ છે. હજારો વર્ષ થઇ ગયા છતા રામાયણનું સર્જન થયું. વ્યકિતની ઓળખાણ જ અહમ છે. હજારો વર્ષ થઇ ગયા છતા રામાયણના પાત્રોના અનુભવમાંથી વ્યકિતમાં પરિવર્તન કેમ ન આવ્યું એ કોયડાનો ઉકેલ કોઇ પાસે નથી. ક્ષણભંગુર જીવનનો જે લાભ કુદરતે બક્ષયો છે તેના લાભ લેવાની વ્યકિત ઉણી ઉતર્યા. સ્વકેન્દ્રિત વ્યકિત મારૂ મારૂ કરવામાં મહાભારત સર્જાયું. પણ અનુભવ કહે છે સરવાળે માણસના ભાથામાં કાંઇ જ ન બચ્યું. પૂણ્યનું ભાથુ બાંધવામાં તે મોડો પડયો, પાછળ અફસોસ રહી ગયો.
સુરત – મીનાક્ષી શાહ