Vadodara

રેતી ખનન કરતા બે ટ્રેક્ટરો ઝડપાયા

કાલોલ તા.૧૨
કાલોલ ની ગોમા નદીમાંથી ખુલ્લેઆમ ઠેક ઠેકાણે ખનન માફીયા દ્વારા રેતી અને માટીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે જે ખનીજ ચોરીની મળેલ ફરિયાદ સબબ કાલોલ તાલુકાના જેતપુર ગોમા નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેક્ટર ઝડપી ભૂમાફિયાઓ વિરુદ્ધ રવિવાર રજાનો દિવસે કાલોલ તાલુકા પ્રશાસન દ્વારા નક્કર કાર્યવાહી કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે કાલોલ મામલતદાર વાય જે પુવાર,સર્કલ મામલતદાર રાકેશભાઇ સુતરીયા અને કાલોલ પોલીસ ટીમ ખાનગી વાહન મા ઓચિંતી રેડ કરતા ખનન માફીયાઓ મા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ સર્કલ મામલતદાર સાથે કાલોલ પોલીસ ડી સ્ટાફ ટીમ દ્વારા કાલોલ તાલુકાના જેતપુર ગોમા નદીના પટમાં અચાનક છાપો મારતાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ટ્રેક્ટર જીજે-૧૭-બીએ-૮૪૦૨ નંબર ના ચાલક નાથુભાઈ પુનાભાઈ ભરવાડ અને બીજો નંબર વગરના ટ્રેક્ટર ચાલક વિજયભાઇ કાળુભાઇ ભરવાડ ને પકડી તેમની પાસે રોયલ્ટી બાબતે પુછપરછ કરતા તેની પાસે રેતી ખનન વહન કરવા બાબતનો કોઈ પાસ પરમીટ ન હોઇ કાલોલ મામલતદાર દ્વારા બે ટ્રેક્ટરોને કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ મામલતદાર જેતપુર ગોમા નદીના પટમાંથી રેતી ખનન કરતા ટ્રેક્ટર ચાલક નાથુભાઈ પુનાભાઈ ભરવાડ અને વિજયભાઇ કાળુભાઇ ભરવાડ ને પકડી પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે પાવડા વાળા ટ્રેક્ટર થી ખનન કરી ટ્રોલી વાળા ટ્રેક્ટર માં સાદી રેતી ભરી કુલ અગાઉ ચાર મે.ટન પ્રમાણે ૧૦૦ (સો) ફેરા કરેલ આ જગ્યાએ જોતા મોટા મોટા ખાડા પાડી વૃક્ષો ને જડ મુળ થી ઉખાડી નાખી મહાકાય ખાડા પાડી આખો રસ્તો ખોદી કાઢીને ખનન કરેલ છે હવે જોવું રહ્યું કે ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાઓ સામે જીપીએસ સિસ્ટમ દ્વારા માપણી કરાવી દંડનીય કેવી કાર્યવાહી કરશે કે કેમ?

Most Popular

To Top