શહેરના રાજમહેલ રોડ શિયાબાગ ખાતે આવેલા ખોળી આંબલી ખાતે શ્રી ઇચ્છાપૂર્તિ ગણેશજી મંદિર ખાતે વિનાયક ચતુર્થી નિમિત્તે વહેલી સવારથી શ્રધ્ધાળુઓએ પૂજન દર્શન કર્યા
શ્રી બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા 45વર્ષ પહેલાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી
મંદિરમાં સવારે મંગળા આરતી,બપોરે ગણેશજીના પાઠ, સાંજે આરતી, સામુહિક ભજન તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.


(પ્રતિનિધિ) વડોદરા તા. 01
આજે વિનાયક ચતુર્થી નિમિત્તે શહેરના વિવિધ ગણેશ મંદિરોમાં વહેલી સવારથી શ્રધ્ધાળુઓએ પૂજન દર્શન કર્યા હતા સાથે જ ગણેશજીને પ્રિય મોદક,લાડુની પ્રસાદી,ફૂલ અર્પણ કર્યા હતા ત્યારે શહેરના શિયાબાગ ખાતે આવેલા ખોળી આંબલી ખાતે શ્રી ઇચ્છા પૂર્તિ ગણેશજી મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.01ફેબ્રુઆરીને શનિવારે વિક્રમ સંવત 2081 ને મહા સુદ ચોથ એટલે વિનાયક ચતુર્થી જેને વરદ ચતુર્થી, ગણેશ જયંતી તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના વિવિધ ગણેશ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પૂજન કર્યા હતા ત્યારે શહેરના રાજમહેલ રોડ પર આવેલા શિયાબાગ સ્થિત ખોળી આંબલી ખાતે આવેલા શ્રી ઇચ્છા પૂર્તિ ગણેશજી મંદિર ખાતે સવારથી ભક્તોએ લાલબાગના રાજાના દર્શન પૂજન કર્યા હતા સાથે ફૂલો તથા મોદક અને લાડુની પ્રસાદી વિધ્નહર્તા ને અર્પણ કરી હતી. આ મંદિરની સ્થાપના 45 વર્ષ અગાઉ કરવામાં આવી હતી અહીં અગાઉ એક મૂર્તિ હતી ત્યારબાદ પંદર વર્ષ પહેલાં લાલાબાગના રાજા ની મૂર્તિ સ્થાપવામાં આવી હતી અહીં ગણેશજી સૌની ઇચ્છાપૂર્તિ એટલે કે જે માનતાઓ ભક્તો દ્વારા સાચા હ્રદયથી કરવામાં આવે છે તે પૂર્ણ થતી હોવાની ભક્તોની માન્યતા અને આસ્થા છે.અહી મંદિરે સવારે મંગળા આરતી, શ્રૃંગાર આરતી કરવામાં આવી હતી તેમજ બપોરે ગણેશ સ્ત્રોત ના પાઠ સાંજે આરતી તેમજ સમુહ ભજનનું આયોજન સાથે જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિર શ્રી બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા આશુતોષ પટેલની આગેવાનીમાં મંદિરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.
