વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ સ્થાયી સમિતિની બેઠક, ત્રણ દરખાસ્તો મુકાઈ
પ્રતિનિધિ વડોદરા તા. 6
વડોદરા મહાનગરપાલિકા ની મલાઈદાર સ્થાઈ સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. જેમાં ત્રણ દરખાસ્તો મૂકવામાં આવી હતી. પહેલી દરખાસ્ત 17-11-2023 થી 31-12-2023 નાં ઓડિટ રિપોર્ટ જાણમાં લીધા હતા. પૂરની પરિસ્થિતિને કારણે વડોદરા શહેરના રસ્તાઓની જે પરિસ્થિતિ થઈ છે સાથે વરસાદ પણ શરૂ છે અને ગણપતિ મહોત્સવ પણ હોવાથી રસ્તાઓ ના સમારકામ માટે દરખાસ્તને પણ મંજૂરી માટે મૂકવામાં આવી હતી. જેમાં ₹2500 પ્રતિ મેટ્રિક ટન ના ભાવે પેચ વર્ક નું કામ અને ₹68 પ્રતિ ચોરસ મીટર નાં ભાવે સીલકોટ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ નવલખી કૃત્રિમ તળાવમાં એચ.ડી.બી. સીટ નાખવાના કામને પણ મંજુર કરવામાં આવ્યું હતું.
આ સાથે જ સ્થાયી સમિતિના સભ્ય ભાણજી પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ભુખી કાંસ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે ભુખી કાંસની આસપાસ થયેલા દબાણો બાબતે માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષોથી તેમણે વડોદરા શહેરમાં ઘણી વખત પૂરની પરિસ્થિતિ અનુભવી છે જે કારણે તેમને ખ્યાલ છે કે ભુખી કાંસમાં આવતા વધુ વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે લાવી શકાય.
રસ્તાઓના સમારકામની દરખાસ્તને સ્થાયી સમિતિમાં મંજૂરી
By
Posted on