Vadodara

રવાલ ગામની સીમમાંથી મહિલા-પુરુષની લાશ મળી

જરોદ : વાઘોડિયા તાલુકાના રવાલ ગામની સીમમાં આવેલ ખેતરમાં મહિલા અને પુરુષ લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યું છે. લાશ પાસેથી પોલીસને ઝેરી પ્રવાહીની બોટલ મળી આવતા આપઘાત કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના આજવા આઉટ પોસ્ટ પોલીસ ચોકીને રવાલ ગામની સીમમાં આવેલ ખેતરમાં કોઈક અજાણ્યા પુરષ અને મહિલાની લાશો પડી છે તેવો અહેવાલ મળતા આજવા આઉટ પોસ્ટ પોલીસ ચોકીનાં હેડ કોન્સ્ટેબલ મસુલભાઈ મળેલ બાતમીના આધારે રવાલ ગામની સીમમાં પહોંચી ગયા હતા.

ભરતભાઈ બચુભાઈ પટેલના ખેતરમાં એક પુરુષ અને મહિલાની લાશ મળી આવી હતી. લાશો નજીકમાં પડેલ ઝેરી પ્રવાહીની બોટલ સાથે લાશો નો કબજો લઈ જરોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ હેઠળ ખસેડીને મરનારની તપાસ આદરતા મરનાર પુરુષ નામે રાજેશભાઈ જયંતીભાઈ વસાવા (ઉ વર્ષ ૨૮) અને મહિલા નામે જ્યોત્સનાબેન સુરજભાઇ રામસિંગભાઇ તડવી (ઉ.વર્ષ ૩૨)ના નામો ખુલ્યા છે બંને વચ્ચે શું સંબંધ હતો તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.

Most Popular

To Top