Panchmahal

મોરવાહડફથી અનઅધિકૃત ગેસ રિફીલિંગ કરતા ઈસમને ઝડપી પાડતી પંચમહાલ એસઓજી

મોરવાહડફ ખાતેથી અનઅધિકૃત ગેસ રિફીલિંગ કરતા ઈસમને નાના-મોટા 7 રાંધણ ગેસના બોટલ તેમજ અન્ય મુદ્દામાલ સાથે પંચમહાલ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

પંચમહાલ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે મોરવાહડફ ખાતે શિવધારા કોમ્પ્લેક્ષના બીજા માળે ગણેશ ગેસ સર્વિસ નામની દુકાન ચલાવતો ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારના હરિઓમ નગરનો મુકેશ બળવંત તલાર તેની ગેસ સર્વિસની દુકાનમાં LPG ગેસની બોટલમાંથી ગેરકાયદેસર રીતે એક બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ભરી આપી ગ્રાહકોને વેચાણ કરે છે.bબાતમીના આધારે પંચમહાલ એસ.ઓ.જી.ની ટીમે ગણેશ ગેસ સર્વિસ નામની દુકાને એકાએક તપાસ હાથ ધરતા મુકેશ બળવંત તલાર નામનો ઈસમ દુકાનની અંદર એક નાની ગેસની બોટલ અને એક મોટી ગેસની બોટલ આડી રાખી ગેસ રીફલીંગ કરવાનું કામ કરતો હોવાથી તેને ગેસ રીફલીંગ કરી આપવા કોઈ આઘાર પુરાવો છેકે કેમ તે બાબતે પુછતા તેણે કોઈ આઘાર પુરાવો ન હોવાનું જણાવ્યું હતું, સાથે જ ગ્રાહકોને નાની/મોટી ગેસની બોટલો ભરી આપતો હોવાનું અને એક કિલો ગેસના રૂ.110 લેતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એસ.ઓ.જી. ની ટીમને દુકાનમાંથી ઇન્ડેન તથા એચપી કંપનીના LPG રાંધણ ગેસના ડોમેસ્ટીક નાના-મોટા 7 બોટલ મળી આવ્યા હતા,જેમાંથી ડોમેસ્ટિક રાંધણ ગેસના 3 મોટા બોટલ ભરેલા,એક અડધો ભરેલ બોટલ,સ્ટવ બર્નરવાળો બોટલ સહિત નાના અડધા ભરેલા તથા 2 ખાલી બોટલ,1 સ્ટવ બર્નર,1 આંટાવાળી પીત્તળની પાઇપ(નોઝલ) તેમજ ઇલેક્ટ્રોનીક વજનકાંટા સહિત રૂ.12 હજાર ઉપરાંતનો મુદ્દામાલ મળી આવતા તેને જપ્ત કરી અનઅધિકૃત રીતે ગેસના બોટલ રિફીલિંગ કરતા મુકેશ બળવંત તલાર ઝડપી પાડી તેની સામે મોરવાહડફ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top