Vadodara

મુખ્યમંત્રી આવાસ યોજનામાં લઘુમતી કોમના એક પરિવારને મકાન ફાળવતા સ્થાનિકોમાં રોષ.

સમાં હરણી રીંગ રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ૪૬૨ મકાનો મોટનાથ રેસીડેન્સીમાં લઘુમતી કોમના એક પરિવાર ને મકાન ફાળવતા સ્થાનિકોમાં રોષ.

વડોદરા શહેરના સમાં હરણી રીંગ રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનાનાની મોટનાથ રેસીડેન્સીના ૪૬૨ મકાનોના રેહવાશી આજરોજ એકઠા થાય હતા અને ૪૬૨ મકાનો પૈકી પાચ વર્ષ પેહલા એક મકાન લઘુમતી કોમના પરિવારને ફાળવતા તે પરીવાર આજરોજ મોટનાથ રેસીડેન્સીમાં રહેવા આવીયું હતું જેથી ૪૬૨ પૈકી ૪૬૧ મકાનના સ્થાનિકો એ એકઠા થઈ પાલિકા વિરૂદ્ધ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મુખ્યમંત્રી આવાસ યોજનાના કુલ ૪૬૨ મકાનો માંથી ૪૬૧ મકાનો હિન્દુ ને ફાળવાયા છે અને માત્ર એક મકાન મુસ્લિમ પરિવારને ફાળવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો નું કેહવુ છે કે આ એરિયા આસંધરામાં આવેલ છે અને એનો અમલ થવો જોઈએ.અમે કલેકટર, સાંસદ,મામલતદાર ,ગાંધીનગર દરેક જગ્યાએ અમે ફરિયાદ કરી છે છતાં કોઈ ધ્યાન આપતું નથી. અમારો વિરોધ મુસ્લિમ પરિવાર સાથે નથી પરંતુ ૪૬૧ મકાન હિન્દુ ને ફાળવવામાં આવ્યા છે ત્યારે એક મકાન મુસ્લિમ પરિવાર ને કેમ ફાળવવામાં આવ્યું? હિન્દુ રહેણાક વિસ્તારમાં મુસલમાન પરિવારને મકાન ના ફાળવવું જોઈએ.મુસ્લિમ પરિવારને એના એરિયામાં મકાન ફાળવવામાં આવે અને મોટનાંથ રેસીડેન્સીમાં હિન્દુ પરિવારને મકાન ફાળવવામાં આવે એવી અમારી માંગ છે.

Most Popular

To Top