Vadodara

મુંબઈની ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસરની એમએસયુના નવા વીસી તરીકેની નિયુક્તિથી વિવાદ

વિદ્યાર્થી સંગઠનની યુનિવર્સીટીના અધ્યાપકોમાંથી વીસીની નિમણુંક કરવા માંગ

રાજ્ય બહારના પ્રોફેસરો પરિસ્થિતિથી વાકેફ નહિ હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી

( પ્રતિનિધી )વડોદરા,તા.22

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના નવા વીસીની નિયુક્તિ રાજ્ય બહાર મુંબઈથી થતા યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના જ અધ્યાપકો માંથી વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા યુનિવર્સિટીને નવા મળ્યા છે. જેમાં યુનિવર્સિટીના વીસી પદે પ્રો.બી.એમ ભનાગેની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે, જિલ્લા કલેકટર કચેરી ખાતે વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી યુનિવર્સિટીના કોઈ યોગ્ય અધ્યાપકોમાંથી વીસીની નિમણૂક કરવામાં આવી તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી બહારના હોદ્દેદારો એમ.એસ. યુનિવર્સિટીમાં વીસી તરીકે નિયુક્ત થતા આવ્યા છે. જેથી તેઓ ઘણીવાર યુનિવર્સિટીના આંતરિક પ્રશ્નો અને પરિસ્થિતિઓથી અજાણ રહે છે. પરિણામે વિદ્યાર્થીઓના હિતોને યોગ્ય ન્યાય મળતો નથી. જેને લઇને યુનિવર્સિટીના અધ્યાપકો માંથી જ વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી અગ્રણી સુઝાન લાડમેને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વવિખ્યાત કહેવાતી એમએસયુ વિવાદિત તરીકે પ્રખ્યાત થઈ રહી છે. તો એને રોકવા માટે આજે એનએસયુઆઈ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય મુદ્દા એ હતા કે, છેલ્લા ઘણા વર્ષોથી બહારના રાજ્યોના અધ્યાપકોને ગુજરાત સરકાર દ્વારા વારંવાર એમ.એસયુમાં વીસી તરીકે મૂકવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓની સમસ્યા ઉદભવે છે એ વીસીને ખબર નથી હોતી કે વિદ્યાર્થીની સમસ્યા શું છે કે યુનિવર્સિટીમાં દરેક ફેકલ્ટીમાં શું વિવાદ ચાલી રહ્યો છે અને પોતાનો ઈગોઇસ્ટ ધરાવતા વીસી વિદ્યાર્થી નેતા કે વિદ્યાર્થીની માંગને સ્વીકારતા નથી અને સાંભળતા નથી તો એવા વીસીઓને તાત્કાલિક હટાવવામાં આવે, આજે નવા નિમણૂક પામેલા વીસી આવ્યા છે તેઓ પણ એક હિટલરની ઓળખ ધરાવે છે તેમ જાણવા મળ્યું છે. માટે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ વીસીની નિમણૂક બદલીને યુનિવર્સિટીના જ કોઈ અધ્યાપકની નિમણૂક કરવામાં આવે.

Most Popular

To Top